top of page
  • Writer's picturegajeravidyabhavanguj

"રાષ્ટ્રીય મતદાતા દિન"


આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નવા મતદારોની નોંધણી તેમજ લોકોને મતદાનની આવશ્યકતા અંગે જાગૃત કરવાનો છે. માહિતીના આભાવે કયો એક મોટો વર્ગ હજુ પણ મતદાનનું મહત્ત્વ સમજી શકતા નથી હકીકતમાં દેશનાં લોકોએ મતદાન અંગે જાગૃત થવાની જરૂર છે. લોકશાહીમાં સરકારી રચના લોકો વડે થાય છે. તેથી જ મતદાનને લોકશાહીની કરોડરજ્જુ માનવામાં આવે છે. પરંતુ તેમનાં મુલ્યવાન મતની કિંમત લોકો જાણતા ન હોવાને કારણે મતદારો મુક્તપણે મતદાન કરી શકતા નથી ઘણી વખત એવું પણ બને છે કે કેટલાક લોકો ચુંટણી સમયે એવું વિચારીને મતદાન નથી કરતાં કે જો હું એક મત નહી આપું તો શું બગડવાનું છે? પણ વાસ્તવમાં એવું નથી કેટલીક વાર જીત & હારનો નિર્ણય ફક્ત એક મત પર જ આધાર રાખે છે. એક જાગૃત & સાવચેત મતદાર જ ચુંટણીને અર્થપૂર્ણ બનાવવામાં ભૂમિકા ભજવી શકે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

આજરોજ ગજેરા વિદ્યાભવનનાં કોન્ફરન્સ હોલમાં ‘રાષ્ટ્રીય મતદાતા દિન’ વિશે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેનાં મુખ્ય મહેમાન એમ.આર.ભાયાણી સાહેબ (G.S.T.ઓફિસર) હતા. તથા ડી.જી.મારું (નાયબ મામલતદાર) અને શાળાનાં આચાર્યશ્રી ધ્વારા ધોરણ-11 & 12 નાં વિદ્યાર્થીઓને ‘રાષ્ટ્રીય મતદાન’ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. તથા વિદ્યાર્થીઓનાં મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ કરેલ હતું. તથા કાર્યક્રમમાં BLO ની કામગીરી કરનાર કર્મચારીઓને આજરોજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમની આભારવિધિ શાળાનાં સુપરવાઈઝર શ્રી કિશોરભાઈ જસાણીએ કરી હતી અને આ કાર્યક્રમમાં મ.શિ.રાઘવભાઈ ધ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.

74 views0 comments
bottom of page