gajeravidyabhavanguj
BEE DAY

આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં તા.23/01/2023 ને સોમવારનાં રોજ રાષ્ટ્રીય ભૌગોલિક મધમાખી દિવસ ઉજવામાં આવ્યો હતો. દરવર્ષે 20 મે નાં રોજ રાષ્ટ્રીય ભૌગોલિક મધમાખી દિવસ ઉજવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન આજરોજ શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમાં ધોરણ 8 થી12 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા PPT પ્રેઝન્ટેશનની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં 24 બાળકોએ ભાગ લીધો હતો. નિર્ણાયકશ્રી આરતીબેન વલસાડીયા તેમજ રસેષ વરિયા હતા. જેઓએ પ્રથમ, દ્રિતિય, તૃતીય નંબર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. તેમજ શાળાનાં શિક્ષકશ્રી નરેશભાઈ સુરતીએ મધમાખીનાં પ્રકાર તેની ઉપયોગીતા તેની તાતી જરૂરિયાત વિષે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. તથા શાળાનાં આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણીએ મધના ફાયદાઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન તળાવીયા અને કિશોરભાઈ જસાણી પણ સહયોગી બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કર્યું હતું. શાળના શિક્ષકશ્રી કનુભાઈ સોજીત્રાએ આભારવિધિ કરેલ હતી.