gajeravidyabhavanguj
"આપણા રાષ્ટ્રીય પ્રતીકો"
"ऐ आन तिरंगा है, ऐ शान तिरंगा है,
अरमान तिरंगा है ,अभिमान तिरंगा है,
मेरी जान तिरंगा है मेरी जान तिरंगा है |"
દરેક દેશને પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે. તેનાથી તે દેશની ઓળખ થાય છે. આપણો રાષ્ટ્રધ્વજ લંબચોરસ આકારનો છે .જેનું માપ 3:2 જેટલું છે.
આપણો રાષ્ટ્ર ધ્વજ (તિરંગો) ભારતની શાન છે.ભારત દેશનું રાષ્ટ્રધ્વજ દરેક ભારતીય માટે દેશભક્તિની પ્રેરણા પ્રદાન કરે છે. આપણો રાષ્ટ્રધ્વજ 22 જુલાઈ 1947 માં આઝાદી ના આશરે 24 દિવસ પહેલા સ્વીકારવામાં આવ્યો હતો
આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ સમાંતર પટ્ટા હોય છે. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ છે ,જે વીરતા અને શૌર્ય દર્શાવે છે. સૌથી નીચે લીલો રંગ છે. જે દેશની સુખ-સમૃદ્ધિ અને હરિયાળી નુંસૂચન કરે છે. સફેદ રંગના મધ્યમાં આવેલ 24 આરાવાળુ અશોકચક્ર નિરંતર ગતિશીલતા અને દેશની પ્રગતિનું સૂચન કરે છે. આકાશમાં લહેરાતો રાષ્ટ્રધ્વજ બધા જ ભારતીયના હદયને રાષ્ટ્રપ્રેમની ભાવના થી ભીંજવી દેનારો છે.
રાષ્ટ્રીય પ્રતીકો
રાષ્ટ્રીય પ્રાણી = વાઘ
મજબૂતી દર્શાવે છે
રાષ્ટ્રીય ફૂલ = કમળ
શુદ્ધતાનું પ્રતીક છે
રાષ્ટ્રીય ઝાડ = વડ
અમરત્વ પ્રદર્શિત કરે છે
રાષ્ટ્રીય પક્ષી = મોર
સુંદરતા દર્શાવે છે
રાષ્ટ્રીય ફળ = કેરી
દેશની ગરમી (ઉષ્ણકટિબંધ જળવાયુ દર્શાવે છે )
રાષ્ટ્રીય મુદ્રા = ચાર સિંહની આકૃતિ
શક્તિ , હિંમત ,ગર્વ , વિશ્વાસ દર્શાવે છે
રાષ્ટ્રીય ગીત = જન ગણ મન
વિદ્યાર્થીમાં દેશભક્તિની ભાવના જગાડે છે
રાષ્ટ્રીય રમત = હોકી
ધ્યાન કેન્દ્રિત કરવું અને ચપળતા દર્શાવે છે
રાષ્ટ્રીય મંત્ર = सत्यमेव जयते
સત્યનું મહત્ત્વ સમજાવે છે
આ દરેક રાષ્ટ્રીય પ્રતીકો વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડે છે.
ગજેરા વિદ્યાભવન માં ધોરણ - 4 ના વિદ્યાર્થીઓ એ હિન્દી વિષયમાં पाठ-११ "तिरंगा झंडा" ના અનુસંધાનમાં દરેક વિદ્યાર્થીઓ પાસે પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી . જેમાં દરેક વર્ગના બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારત ના રાષ્ટ્રીય પ્રતીકો વિશે ની જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી આ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી
"कफन तो हर एक के नसीब में है ,
जो तिरंगे में लिपटे वह खुशनसीब है |"
"जय हिंद"