top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રાષ્ટ્રીય ડોક્ટર ડે

૧ જુલાઈ એટલે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે મનાવવામાં આવે છે. દુનિયામાં જયારે કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો હોય ત્યારે આપણા આ ભગવાનરૂપી ડોકટરોને કેવી રીતે ભુલાઈ? વળી, આપણે ત્યાં તો ડોકટરોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તો ચાલો, આજે ડોક્ટર દિવસ ઉજવીને ડોક્ટર પ્રત્યેનું ઋણ અદા કરીએ.

વિશ્વમાં સૌ પ્રથમ ડોક્ટર દિવસની ઉજવણી U.S. ના જ્યોર્જિયામાં થઇ હતી. ૩૦માર્ચ ૧૯૩૩ના રોજ યુંડોશ બ્રાઉન એલમંડએ ડોકટરના સન્માન કરવા માટે ડોક્ટર ડે ઉજવવા માટે દરેક દેશ પોત પોતાની રીતે ઉજવે છે.

ભારતમાં ડૉ બી. સી. રોયના જન્મ દિવસને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મ બિહારના પટના શહેરમાં ૧ જુલાઈ, ૧૯૮૨ના રોજ એક બંગાળી પરિવારમાં થયો હતો. ડૉ. બિધાનચંદ્ર રોય (ડૉ. બી. સી. રોય) એ બંગાળના મુખ્યમંત્રી તરીકે ફરજ પણ બજાવેલ હતી. અને ૧૯૬૧માં તેમને ભારત સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન એવોર્ડ” થી સન્માનિત કર્યા હતા. ૮૦ વર્ષની ઉંમરે ડૉ. બી. સી. રોયનું તેમના જન્મ દિવસે જ ૧૯૯૧માં અવસાન થયું. આમ, આપણા દેશમાં તેમનો નિર્વાણ દિન અને જન્મ દિન સાથે ઉજવવામાં આવે છે. તેથી ભારતમાં ૧ જુલાઈને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


ડોક્ટર થઇ ગયા એટલે બસ ખુબ જ તગડી આવક મળતી હશે એવું આપણે માનીએ છીએ, પરંતુ બધા જ ડોક્ટરોના નસીબમાં આવું હોતું નથી. ઘણા ડોકટરોને આર્થિક સમસ્યા પણ હોય છે. પરંતુ આ કોરોનાકાળમાં ડોક્ટરોએ પોતાના પરિવારના સભ્યોની પરવા કર્યા વગર રાત-દિવસ જોયા વગર તનતોડ મહેનત કરેલ છે. આપણા દેશમાં કોરના કાળમાં એક હજારથી વધુ ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જે આપણા દેશનું કિંમતી ધન ગુમાવ્યા વગર છે. આવી પરિસ્થતિમાં ડોક્ટર માત્ર એકથી બે કલાક જ ઊંઘ લઈને દર્દીઓની સારવાર કરતા હતા.

તેથી કહેવાય છે કે મેં ભગવાનને જોયા નથી પરંતુ દવાખાનામાં સફેદ કોટવાળા જ મારા સાચા ભગવાન છે. પરતું ભારતમાં અને કેટલાક દેશોમાં દર્દીઓને સગાવ્હાલા અને અન્ય સભ્યો દ્વારા ઘણી વાર ડોકટરો પર શારીરિક હુમલાના બનાવો વારંવાર બને છે તે દુખદ વાત છે.

આમ, જે ડોકટરોએ માનવતાની મહેક ફેલાવી છે તેવા તમામ ડોકટરોને આજ રોજ ગજેરા વિદ્યાભવન તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

86 views0 comments
bottom of page