gajeravidyabhavanguj
રાષ્ટ્રીય ગ્રાહક દિવસ.
આજની તારીખ 24 ડિસેમ્બર, એટલે રાષ્ટ્રીય ગ્રાહક દિન. 24/12/1986 ના રોજ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળમાં ગ્રાહકોના હિતમાં ગ્રાહક સુરક્ષા ધારો લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. 1989-90 માં ગુજરાત રાજ્યમાં સ્ટેટ કમિશન અને શહેર તથા જીલ્લોમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમોની સ્થાપના કરવામાં આવી હતી.
આજે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા પૈકી અનેક લોકો આ દિવસ અને ગ્રાહકોના અધિકારો વિશે વધુ માહિતી નથી ધરાવતા અને ન તો તેને ખાસ મહત્ત્વ આપે છે. આ બાબતને ધ્યાને લઈને જ ગ્રાહકોમાં તેમના અધિકારોને લઈ જાગૃતિ ફેલાવવા માટે જ આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. આ દિવસે ગ્રાહકોના અધિકારો વિશે સજાગ કરવા ઉપરાંત તેની અગત્યતા અને ગ્રાહકોની જવાબદારીઓ પણ જણાવવામાં આવે છે.
ભારત સરકારે ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન" તથા "૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન" તરીકે ઉજવવાનું નક્કિ કરેલ છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન" તથા "૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન" તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં છે.
“રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસનો”ઉદ્દેશ્ય છે કે દેશના દરેક ગ્રાહક પોતાના અધિકારો પ્રત્યે સજાગ થાય અને જાગૃત રહે.
સરકારશ્રીના ઉપરોક્ત ઉદ્દેશને સિધ્ધ કરવા માટે આજે અમારી શાળા શ્રીમતી એસ.એચ. ગજેરા વિદ્યાભવનમા “રાષ્ટ્રીય ગ્રાહક દિનની” ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. 11 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રાહકના અધિકારો, હક્કો, ગ્રાહક જાગૃતતા, તકરક નિવારણ સંસ્થાઓ વિષે શાળાના જ ધો. 9 અને 11 ના બાળકોને “peer to peer learning” પધ્ધતિથી માહિતગાર કરવા PPT દ્વારા સમજ આપવા એક સકારાત્મક પ્રયત્ન કરાયો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા આચાર્ય શ્રી ભાવેશભાઈ ઘેલાણી તથાં સુપરવાઈઝર શ્રી ધારાબહેન તથા કિશોરભાઈ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.