top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રાષ્ટ્રીય ગણિત દિવસ

“Life is a math equation

In order to gain the most

You have to know

How to convert

Negatives into positives”


22 મી ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ભારતના ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના 125મી વર્ષગાંઠના સમારંભના ઉદ્ઘાટનમાં તેમના જન્મદિવસને ગણિત દિવસ તરીકે જાહેર કર્યો. તેઓ ૨૦મી સદીના ભારતના સૌથી મહાન અને પ્રખ્યાત ગણિતજ્ઞ હતાં. આમ તેઓ નાનપણથી જ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. તેઓ ગણિત જાતે જ શીખ્યા હતા. તેઓ ક્યારેય યુનિવર્સિટી ગયા ન હતા. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ 3900 જેટલા ગણિતના પરિણામો શોધ્યા હતા.



આજના ટેકનોલોજી અને ડિજિટલ યુગમાં ગણિત વિષયને ખૂબ જ અગત્યનો અને અનિવાર્ય ગણી શકાય. ગણિત વિષયની દરેક વ્યક્તિને રોજિંદા જીવન વ્યવહારમાં ડગલેને પગલે જરૂર પડે છે. તેથી જ ગણિત વિષય દરેક વિદ્યાર્થીને નાનપણથીજ શીખવવામાં આવે છે. આજના સમયમાં ગણિત વિષય માટે વિદ્યાર્થીઓના માનસપટ પર એક અઘરા વિષય તરીકેની છાપ અંકાયેલ છે. પરંતુ જો વિવિધ પ્રવૃત્તિના સચોટ ઉદાહરણ આપી યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવામાં આવે તો ગણિત વિષય ખૂબ જ સરળ બની જાય છે. તે હેતુથી શ્રીમતી એસ.એચ ગજેરા વિદ્યાભવનમાં ધોરણ 1 થી 7 ના ભૂલકાઓને ગણિત વિષય માં રૂચી કેળવાય તેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને જીજ્ઞાસા સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી.



“MATHEMATICS GIVES US HOPE THAT EVERY PROBLEM HAS A SOLUTION”

490 views0 comments
bottom of page