top of page
  • Writer's picturegajeravidyabhavanguj

"રાષ્ટ્રીય એકતા દિવસ"

રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

હેતુ

ભારત સરકારનું ગૃહ મંત્રાલય વિભાગ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે સત્તાવાર નિવેદનમાં જણાવે છે કે “રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સલામતી માટેના વાસ્તવિક અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે આપણા રાષ્ટ્રની અંતર્નિહિત શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પુન: પુષ્ટ કરવાનો અવસર પૂરો પાડશે.”

ઉજવણી

૨૦૧૬ના સમારોહની ઉજવણીનો વિષય "ભારતનું એકીકરણ" હતું.

૨૦૧૮માં ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીના લોકાર્પણ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જંયતીને 'એકતા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે તેમણે દેશની નવી પેઢીને સરદારથી પરિચિત કરાવવા માટે જ આવા કાર્યક્રમ થવા જોઈએ એવી પણ રજૂઆત કરી હતી . દેશમાં નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલથી પરિચિત નથી કરાવવામાં આવી તેમ વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર "રન ફોર યુનિટિ" ને રવાના કરાવતાં પહેલા કહ્યું હતું. મોદીએ આ પ્રસંગે હાજર 15 હજારથી વધુ લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. દોઢ કિલોમીટર લાંબી આ દોડનું સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભાઈ પટેલની જયંતી પર દેશની એકજૂથતા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ પણ હાજર રહ્યા હતા. સરદાર પટેલની જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

ભાવાર્થ રાષ્ટ્રીય એકતાનો સાદોસીધો અર્થ કરવો હોય તો મારે એટલુ જ કહેવુ છે કે રાષ્ટ્રના લોકો, નાગરિકો, રાષ્ટ્રની પ્રજા હળીમળીને , સંવાદિતા પૂર્વક, ભાઇચારાની ભાવનાથી, સરાસ્તિત્વ પામે એ જ સાચી રાષ્ટ્રીય એકતા છે. જે રાષ્ટ્રની પ્રજા એકબીજાની સાથે કોમના નામે, સંપ્રાદયના નામે, અંદરોઅંદર લડે અને દેશમા હુલ્લડો થાય, ભાગફોળ થાય, જાનહાનિ થાય અને દેશના ટુકડા થવાની શકયતા ઊભી થાય એ રાષ્ટ્રીય એકતા સામેનો મોટામા મોટો ખતરો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આપણી આપણી આપણા દેશ માટે જ નહી પરંતુ આપણા રાજય માટે પણ આવો ખતરો સામે ઊભીને અટ્ટહાસ્ય કરી રહયો છે.

સંસ્કૃતિના ચાર સ્તંભો છે. રાષ્ટ્રીય એકતાના મુળમા પણ આ ચારેય સ્તંભો આવી જાય છે. આ બાબતો કળા, સાહિત્ય સંગીત અને સંસ્કાર. આ ચારેય બાબતો ધર્મ અને કોમથી પર છે તેથી કોઇ હિન્દુને ..કલાકારો જેવા કે, દિલિપકુમાર, શાહરુખખાન, સલમાનખાન. ગઝલકાર ગુલામઅલી, મહેદીહસન, ઝાકીર હુસેન કે બિસમિલ્લા ખાન પારકા નથી લાગતા. આવી સાંસ્કૃત્તિક ધરોહર પર ભારતના હિન્દુ મુસલમાનોનો અધિકાર સરખો છે. રામાયણ અને મહાભારત આપણી જ ભારતીય સંસ્કૃતિના મહાન કાવ્ય છે. ધર્મો જુદા હોય તોય ભારતની આ બન્ને કોમોની સંસ્કૃતિ એક જ છે.

રાષ્ટ્રીય એકતામા ધર્મ, સંપ્રાદય અને શિક્ષણ ધારે તો ઘણુ કરી શકે તેમ છે. વેદમા ક્યાક લખ્યુ છે.અમને ચારેય દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. ?

"વિચાર મંદિર છે,વિચાર મસ્જિદ છે,

વિચાર પ્રભુનો પ્રસાદ છે,

વિચાર સોમનાથ તોડે છે અને વિચાર સોમનાથ સર્જે પણ છે.

વિચારની અયોધ્યા અને વિચારની લંકા !!!

વિચારનુ વૃન્દાવન અને વિચારનુ મહાભારત !!!

વિચારનુ મક્કા તેમજ જેરૂસલેમ અને વિચારનુ વારાણસી !! "

યાદ રહે કે શ્રી રામ પરમ સ્વસ્થ હતા, ક્રુષ્ણ સ્થિતપ્ર હતા, બુધ્ધ કરુણામૂર્તિ હતા, મહાવીર અહિંસામૂર્તિ હતા, ઇસુ પ્રેમ મૂર્તિ હતા અને મહંમદ શાંતિ તેમજ નેકીના મસીહા હતા. આપણે ઝનુનના શરણે જઇએ છીએ ત્યારે વિચારશુન્યતાના ગુલામ બનીએ છીએ.

આપણા હ્રદયમા નફરતની આગ નહી પરંતુ પ્રેમની જયોત પ્રગટે એ રાષ્ટ્રીય એકતામા પ્રાણ પૂરનારી બની શકે છે.ખાલી ખાલી હવે ધર્મનુ પ્રદશન હવે બંધ થવુ જોઇએ. “હમ સબ ભારતીય હે” એ ગીત હવે કેવળ મોઢાના શબ્દોને બદલે હ્રદયનો ભાવ બનવો જોઇએ. તહેવારોની ઉજવણી એ હવે એક રાષ્ટ્રીય ભાવનાનુ પ્રતીક બનવુ જોઇએ.



502 views0 comments

Recent Posts

See All
bottom of page