top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રામાયણ નો રસાસ્વાદ"

“ ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારની થાય ઝાંખી,

પ્રાણ ભોગે વચનપાલન મહાન શ્રેષ્ઠતા સ્વામી,

શ્રેષ્ઠ મહારાજ, શ્રેષ્ઠ કૌશલ્યાનંદન, ‘રઘુ રાજન’,

આદર્શ પતિવ્રતાના શ્રેષ્ઠ મહાન સ્વામી.”

આદ્યકવિ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીએ ‘રામાયણ’ની રચના કરી. રામાયણ એ ભારતીય સંસ્કૃતિનું ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતાં રામાયણ નો કાળ આશરે ઇ.સ.પૂર્વે 5041 ગણાય છે.

રામાયણ શબ્દ નો અર્થ :

રામાયણ એટલે - રામ + અયણ = રામ ની પ્રગતિ કે રામ ની યાત્રા.

વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૭ કાંડોમાં વહેંચાયેલું છે. હિન્દુ ધર્મના બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણ ની ગણના થાય છે. પરંતુ રામાયણ માત્ર હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પૂરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઈલેન્ડ, કંબોડીયા, ફિલિપાઇન્સ વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે.

રામાયણમાં વર્ણવેલું રામરાજ્ય આદર્શ રાજ્ય ગણાય છે. મહર્ષિ વાલ્મીકિ રામને એક આદર્શ માનવ ચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઈ એવા માનવના જીવન વિશે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય.

રામાયણ ના પાત્રો નો પરિચય:

ભારતીય લોકોની જીવનશૈલી, સમાજજીવન અને કુટુંબ સંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ પત્નીને રામ સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે, અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણ ના દરેક પાત્ર સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે.

મનુષ્યના જીવનમાં કંઇ જ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે.આ માટે અધાર્મિક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્વ સુખ કરતા મહત્વનું છે.

રામાયણ નો બોધ:

રામના જીવનનો બોધ કુટુંબ જીવનને આદર્શ બનાવવાનો છે. જેમાં પુત્રો માતા-પિતાની આજ્ઞા માને,પત્ની પતિની આજ્ઞા માને પતિ-પત્નીને પ્રિય હોય તેવું કરે, મોટો ભાઈ નાના ભાઈને પુત્રની જેમ સાચવે વગેરે આદર્શ કૌટુંબિક જીવન બતાવે છે.

ગજેરા વિદ્યાભવન કતારગામ પ્રાથમિક વિભાગ માં રામાયણનાં વિવિધ પાત્રોનો પરીચય આપી ધોરણ ના વિદ્યાર્થીઓ એ પોતે રામાયણ ના અલગ અલગ પાત્ર નો રોલ ભજવીને પોતાની અંદર રહેલી આવડતને બહાર લાવી ખીલવવાનો પ્રયત્ન કર્યો હતો.

1,372 views0 comments
bottom of page