top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રંગ અને જીવન



દીપાવલીના ચહેકતા ,મહેકતા મહાપર્વમાં ચાલતી પરંપરા છે.દીપાવલીના વિશેષદિવસોમાં, વિશેષ, સાત્વિક શક્તિઓનું અવની પર અવતરણ થાય છે. તેમને આવકારવા, વધારવા તથા આસુરી શક્તિઓને અંદર પ્રવેશતી અટકાવવા આ દિવસો દરમિયાન રંગોળી કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં રંગનો ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડવામાં આવે છે. રંગોળી શબ્દ રંગાવલી પરથી પાડવામાં આવ્યો છે. આ એક સંસ્કૃત શબ્દ છે, અને તેનો અર્થ રંગોની પંક્તિ થાય છે.



રંગોળી એટલે જાણે રંગો નો ગુલદસ્તો. તેમાં દરેક રંગનો એક અલગ અલગ મહત્વ છે. દરેક રંગને પોતાનું પ્રભુત્વ છે. દરેક રંગો અલગ અલગ ભાવ સૂચવે છે. આમ વિવિધ ગુણોથી સભર રમણીય રંગો વડે ગૃહિણી ભીતરના ભાવથી પોતાના આંગણામાં રંગોળી સજાવે છે અને આત્મીયતાથી સહુને આવકારે છે.

માનવ જ્યારથી સમજતો થયો, પોતાના ભાવ વ્યક્ત કરતો થયો, ત્યારથી તે પોતાનો ભાવ વ્યક્ત કરવા પોતાના મનગમતા ચિત્ર વિવિધ જગ્યાએ દોરતો આમ ધીરે ધીરે રંગોળીનો આર્વિભાવ થયો. એ રીતે સંસ્કૃતિમાં રંગોળી નો ઉલ્લેખ મળે છે. મહાભારત અને રામાયણમાં પણ ઉત્સવ પ્રસંગે, મંદિરોમાં તેમજ તુલસી ક્યારા પાસે રંગોળી કરવાનો ઉલ્લેખ મળે છે.

આમ, આસુરી શક્તિઓને અંદર પ્રવેશતી અટકાવવા અને આ દિવસો દરમ્યાન અવશ્ય રંગોળી કરવી જોઈએ. જેથી ઘરમાં સુખ-શાંતિ રહે.

તો આ અવસરે આપણે શાળા ગજેરા વિદ્યાભવનમાં પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને શાળાનું પટાંગણ રંગોથી સુશોભિત કરી દીધું હતું.




“ભલે તમે અલગ-અલગ રંગની ખરીદી કરો,

પણ તમારા જીવનમાં સ્વભાવનો રંગ એક જ રાખજો”




1,975 views0 comments
bottom of page