gajeravidyabhavanguj
“રંગબેરંગી મસાલિયું”
“સ્વસ્થ કાયા મનુષ્ય કી શક્તિ હૈ”
જો ઇસ પર ધ્યાન દે વહી સમજદાર વ્યક્તિ હૈ”
“આરોગ્ય એટલે શારીરિક, માનસિક તથા સામાજિક સ્વસ્થતા”
ગજેરા વિદ્યાભવન સતત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તથા બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શ્રેષ્ઠ અભ્યાસલક્ષી જ્ઞાન આપે છે. તો આજે આપણે આ સંદર્ભે ધોરણ-૩માં વિદ્યાર્થીઓની તંદુરસ્તી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષામાં “બધા સ્વાદનું મહત્વ” સમજે તે હેતુથી ગજેરા વિદ્યાભવનમાં આ પ્રવૃત્તિ કરાવવામાં આવી છે.
“આરોગ્ય એ માત્ર શરીરનું જ નહીં,
પણ આત્માનું પણ આભૂષણ છે.”
“પહેલું સુખ તે જાતે નર્યા”
આ કહેવત અનુસાર ‘ નિરોગી કાયા માટે યોગ્ય સમતોલ આહાર અને કસરત જરૂરી છે, તથા ઋતુ પ્રમાણે થતાં ફળો, શાકભાજી, કઠોળ, ધાન્ય, વિવિધ મસાલા, વગેરે નિયમિત આહારમાં (યોગ્ય રીતે) પ્રમાણસર લેવા જોઈએ. યોગ્ય ખોરાકથી નિરોગી સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય, શક્તિ અને સુખ મળે છે.
“આહાર એટલે ખોરાક” મનુષ્યની પાચનશક્તિને અનુકૂળ કરાયેલ ખાદ્ય પદાર્થો જીવનને ટકાવી રાખવા ત્રણ અનિવાર્ય સાધનો:- હવા, પાણી, આહાર(ખોરાક)......
ઘઉં, જુવાર, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યમાંથી આપણને પૂરતી માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર મળે છે. ભોજનમાં દરરોજ સલાડ, સૂપ, કચુંબર લેવા જોઈએ. ભોજન કર્યા બાદ ફળોનું સેવન કરવાથી પૂરતા પ્રમાણમાં વિટામિન મળે છે.
“નાશ પામેલો વૈભવ શરીર દ્વારા ફરી મેળવી શકાય છે.
પણ ક્ષીણ થયેલું શરીર, વૈભવ દ્વારા ફરી મેળવી શકાતું નથી.”
ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-૩ ના વિદ્યાર્થીઓએ ‘બધા સ્વાદનું મહત્વ’ [ગળ્યો, ખારો, તીખો ખાટ્ટો, તુરો, કડવો] વિશે પ્રવૃત્તિ કરી તેની સમજૂતી આપી હતી. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર સહભાગી થયા હતા. જેના દ્વારા બાળકો પોતાના આહારમાં દરેક સ્વાદ પ્રમાણસર અને પદ્ધતિસર કેવી રીતે લેવાય.... તેની સમજ મેળવી. કેવા પ્રકારના આહારથી આપણા શરીરને ફાયદો થાય છે, તે વિશે માહિતી મેળવી હતી.
ગુજરાતીમાં કહેવાય છે કે....... “આહાર એજ ઔષધ” આજકાલના લોકો પાસે પોતાના શરીર વિશે વિચારવાનો સમય રહેતો નથી, જેથી નાની-મોટી તકલીફો માટે દવાઓ લેવી પડે છે. બાળકોના કિસ્સામાં સારું આરોગ્ય શાળામાં વધુ હાજરી અને જ્ઞાન પ્રાપ્તિમાં વધારો કરે છે.