top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રમતાં-રમતાં શીખીએ

“રહેલી બે હાથ,

બાળકો ઉભો વેરાનમાં

માણી રહ્યો મોજ,

મા પ્રકૃતિની ઓથમાં

પ્રકૃતિએ એક હાથ પકડીને શીખવાડ્યું

વિદ્યાનું ભણતર,

ને બીજી એ શીખવાડ્યું જીવનમાં પાસાઓનું ભણતર.”

વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિ નું પણ ઘણું મહત્વ છે. અસરકારક શિક્ષણ માટે પ્રવૃત્તિમય શિક્ષણ એક સારો વિકલ્પ છે. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રક્રિયામાં વધુ રસપૂર્વક જોડાઈ શકે. આવી જ એક પ્રવૃત્તિ ગણિત વિષયમાં છે.

મહિનાની, વારની અને ઋતુઓની સમજૂતી

આ પ્રવૃત્તિ દ્વારા બાળકો વર્ષના ગુજરાતી અને અંગ્રેજી મહિના, અઠવાડિયાના વારના નામ અને ઋતુઓ વિશેની સમજ કેળવશે. જેમાં ધોરણ-૨ ના વિદ્યાર્થીઓએ વિવિધ ફ્લેશકાર્ડની મદદથી ખુબ જ સરસ રીતે ગુજરાતી અને અંગ્રેજી મહિનાની પ્રવૃત્તિ કરી, અને રમતાં-રમતાં સરળ રીતે સમજૂતી મેળવી.


શાળા કક્ષાએ થતી આવી પ્રવૃત્તિઓથી શિક્ષણકાર્યની બાળક પર વિશેષ અસર જોવા મળે છે. વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણની સાથે-સાથે પ્રવૃતિનું પણ એટલું જ મહત્વ છે. પ્રવૃત્તિના માધ્યમથી જ બાળકોના જીવનમાં કૌશલ્ય વિકસે છે.

776 views0 comments

Recent Posts

See All
bottom of page