top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રમત દ્વારા કેળવીએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય

"જો હાર શું છે, તેની ખબર નહી હોય તો,

સફળતા કોને કહેવાય તેની ક્યારેય ખબર નહી પડે !"

રમતગમત એ એક શ્રેષ્ઠ કસરત છે જે વ્યક્તિની સંપૂર્ણ તંદુરસ્તીને જાળવવામાં મદદ કરે છે વિકસતા બાળકો માટે તેમના શરીર અને મનના વિકાસમાં રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તે તેમના શૈક્ષણિક સ્તરને સુધારવામાં પણ મદદ કરે છે અને તેમને સચેત બનાવે છે તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમતગમત લોકોની સુખાકારીમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે. રમતને ભારતીય સંસ્કૃતિ અને એકતા નું પ્રતીક પણ કહેવામાં આવે છે. આમાં કોઈ જાતિ, ભાષા અને ધર્મનો વિરોધ નથી.

દરેકના જીવનમાં રમતગમતનું મહત્વ અમૂલ્ય છે અને તેનાથી ઘણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય લાભ છે. બાળકોનો સર્વાગી વિકાસ થાય અને જીવનની તમામ પડકારોનો સામનો કરવા માટે રમત ને મહત્વ આપવામાં આવે છે. રમત એ બાળકોના વધતા શરીરની જરૂરિયાત છે. રમત દ્વારા બાળક જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરે છે. રમતો બાળકની વિચારસરણી, યાદશક્તિ અને સર્જનાત્મકતાના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.

બાળકોમાં રમત-ગમત મિત્રતા અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે. રમત રમવાથી બાળકોમાં સ્વશિષ્ટ, અન્ય પ્રત્યે આદર, નેતૃત્વ, કુશળતા, ટીમવર્ક જેવા ગુણો કેળવાય છે.

કોઈપણ કાર્યમાં દીપ નું પ્રાગટ્ય શુભ મનાય છે. કાર્યની સફળતા અને રમતની સિદ્ધિ માટે અગ્નિ પ્રાગટ્ય જરૂરી છે અને તેથી જ અમારા બાલભવનમાં બાળકો માટે ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વર્ગના પ્રતિનિધિએ પ્રાગટ્ય મશાલ લઈ માર્ચ પાસ કરી સ્પોર્ટ ડેનો શુભારંભ કર્યો અને બાળકોએ મોટીવેશન ડાન્સ દ્વારા બધા બાળકોને પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ વર્ગ પ્રમાણે બાળકોને જુદી-જુદી રમતો રમાડવામાં આવી હતી સાથે જ વાલીશ્રી માટે અને શિક્ષકો માટે પણ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. બધા જ બાળકો, વાલીશ્રીઓ અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી સ્પોર્ટ્સ ડે માં ભાગ લીધો હતો.



328 views0 comments
bottom of page