top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રમતનું વિદ્યાર્થી જીવનમાં મહત્વ

આજે રમત ગમત દોડ પણ ખૂબ મહત્વની બની છે ચાલવાના ફાયદા તો ખૂબ પ્રચલિત છે ત્યારે દોડવાથી શરીરને કેટલા મહત્વના લાભ મળે છે. દોડવાથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તેમજ દોડવાથી તમારા શરીરમાં વિવિધ રાસાયણિક તત્વોનો સ્ત્રાવ થાય છે. જેમાં સેરોટેનીન નામનું હોર્મોન પણ સામેલ છે. સેરોટેનીન એ ’ફીલ ગુડ’ હોર્મોન છે જેનાથી તમને ખુશાલીનો મહત્વ અનુભવ થાય છે. દોડવાથી આખા શરીરમાં રક્તપ્રવાહ અને ઓક્સિજનનું પ્રમાણ વધે છે. જેનાથી સ્ફૂર્તિનો અનુભવ થાય છે. દોડવાથી ધમનીઓ ઝડપથી વિસ્તરે છે અને સંકોચાય છે જેના કારણે ધમનીઓને પણ પુરતો વ્યાયામ મળે છે. રોગપ્રતિકારક શક્તિ સુદૃઢ બનાવે છે. તેમજ અન્ય નાની-મોટી બીમારી પણ દૂર થાય છે. દોડવાથી ફેફસાંની કાર્યક્ષમતા વધે છે અને શરીરના તમામ કોષો સુધી પૂરતો ઓક્સિજન પહોંચે છે. જેથી શરીરને રોગોનો સામનો કરવાની શક્તિમાં વધારો થાય છે. વજનમાં પણ ઘટાડો થાય છે. આ ઉપરાંત તમારા પગના(ઘૂંટણ) લિગામેન્ટ્સ અને ટેન્ડન્સને પણ મજબૂત બનાવે છે.

દોડના ઘણા ફાયદાને ધ્યાનમાં રાખીને ધો-5 ના વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રકારની દોડ કરાવવામાં આવી જેમાં (1) દોડ (2) લંગડી દોડ (3) ઊંધી દોડ (4) સાઈડ દોડ (5) વિઘ્ન દોડ જેમાં બાળક ખુબ જ ઉત્સાહથી ભાગ લઇ ખેલદિલી પૂર્વક રમત પૂર્ણ કરી. દોડવાથી પગના સ્નાયુઓ મજબૂત બને છે. દોડવાથી તમારા ફેફસાં મજબૂત થાય છે. તેમજ શારિરીક-માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

રમત એટલે બાળકોમાં રમવા માટેનો થતો એક ભાવ છ થી નવ વર્ષના બાળકોને રમત રમવાનું ઘણું ગમતું હોય છે. રમત એ બાળકોનો મૂળ ભાગ છે કે જે તેઓ કોઈ પણ દિવસ ચૂકી શકતા નથી બાળક ચાલતા શીખે એટલે રમવાનું શરૂ કરે સંતાકૂકડી, સાતતાળી અને લગડી જેવી રમતો રમતા-રમતાં તે ક્રિકેટ, ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો તરફ આકર્ષાય છે.

આપણા જીવન ઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. રમતગમત પણ એક અગત્યનું પરિબળ છે. માનવ જીવનની શરૂઆત જ રમતગમત થી થાય છે. રમતગમત પ્રત્યેક મનુષ્યને સ્વાભાવિક પ્રેમ છે. દરેકના જીવનમાં રમતગમતનું મહત્વ અમૂલ્ય છે. આજે મોટા ભાગના લોકોનું જીવન બેઠાડુ થઇ ગયું છે. અને શરીરની કસરત થતી નથી આ બધા માટે રમત-ગમત ખૂબ જ જરૂરી છે. તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે રમત-ગમત ખૂબ જ જરૂરી છે.

1,738 views0 comments

Recent Posts

See All
bottom of page