gajeravidyabhavanguj
“રમતનું મહત્વ” - વેબિનાર


“રમતનું મહત્વ” - વેબિનાર

તાજેતરની પરિસ્થિતિને અનુરૂપ જયારે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે ત્યારે વિદ્યાર્થીઓ રમત-ગમત અંગેનાં સૈદ્ધાંતિક જ્ઞાન મળી રહે અને વિદ્યાર્થીઓનાં જીવનમાં રમત-ગમત કેટલું ઉપયોગી છે અને પોતાનાં કરિયરમાં કઈ રીતે કામ લાગે છે તે અંગેની માહિતી મળી રહે તે હેતુથી ધો-9 નાં વિદ્યાર્થીઓ માટે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં વક્તા તરીકે ખૂબ જ જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ ડૉ. જયંતીભાઈ ચૌહાણ સાહેબે “આજના જીવનમાં સ્પોર્ટ્સ, શારીરિક ફિટનેસ અને યોગનું મહત્વ” વિષય પર ઓનલાઈન સમજ આપી હતી.
આ વેબિનારમાં મુખ્યત્વે સ્પોર્ટ્સનું મહત્વ, રમત-ગમતનાં ફાયદાઓ ગુજરાત અને ભારત સરકારની સ્પોર્ટ્સ કવોટામાં સરકારી નોકરીઓ, સ્પોર્ટ્સ ક્વોટા નોકરીઓની યોગ્યતા, સ્પોર્ટ્સ ક્વોટા નોકરીની પસંદગી પ્રક્રિયા, ગુજરાતના એથ્લીટ/ખેલાડીઓ માટે સરકારી નોકરી વગેરે જેવી અનેક રજૂઆતો કરવામાં આવી હતી તે ઉપરાંત ડાંગ એક્સપ્રેસ.... ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ હાલ નાયબ પોલીસ અધિક્ષક ડાયરેક્ટ DYSP તરીકે નિમણુંક જે સરકારે કરી છે તેનું ઉદાહરણ આપીને ખૂબ જ સારી રીતે રજૂઆત કરી હતી તે ઉપરાંત આણંદની શૂટર.... લજજા ગૌસ્વામી હાલ ડાયરેક્ટ પોલિસ ઈન્સ્પેક્ટરની સરકારે નિમણુંક કરી હતી તે અંગે પણ વાત રજૂ કરી હતી.

શાળાઓ અને કોલેજોમાં રમતગમત પર ભાર 2016 ની સ્પોર્ટ્સ પોલીસી વિશે પણ માહિતી રજૂ કરી હતી જેમાં ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (SAG), સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (SAI) અને ગુજરાત રાજ્યના ખેલ મહાકુંભ વગેરે સંસ્થાઓ વિશેની સમજ આપી હતી સાથે સાથે આપેલ આપણી ફીટનેસ કેવી રીતે જાળવી શકીએ દૈનિક આહાર દ્વારા અને જીમ ગયા વગર પણ કેવી રીતે ફિટનેસ જાળવી શકીએ તે અંગે વિષદ રજૂઆત કરી હતી.
આ બધી જ બાબતો અંગે વિદ્યાર્થીઓને જીવનમાં સચોટ માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી માહિતી આપવામાં આવી હતી જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને સ્પોર્ટ્સના મહત્વ વિશેનો વેબિનાર માણ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું.