top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રમકડાં એટલે બાળકની સ્વપ્નસૃષ્ટિ


રમકડાં, અરે! રમકડાં નામ સાંભળતા જ દરેક બાળકના ચહેરા પર અનેરી ખુશી છલકાય છે. દરેકના બાળપણ સાથે જોડાયેલો શબ્દ એટલે રમકડાં. રમકડાનું નામ લેતા જ દરેકને પોતાનું બાળપણ યાદ આવી જાય છે અને બાળપણની સોનેરી યાદોમાં સરી જવાય છે.

એક બાળક જ્યારે જન્મ લે છે તો એની સાથે જન્મ લે છે નવી આશાઓ, નવી ઈચ્છાઓ, અને નવા સપનાઓ. દરેક માતા-પિતા પોતાના બાળકોનું જીવન ખુશીઓથી ભરી લેવા માંગે છે અને તેનું સૌથી ઉચિત મધ્યમ છે રમકડાં. બાલ્યાવસ્થામાં બાળકના જીવનમાં ખૂબ અગત્યનું હોય તો તે તેનું પોતાનું પ્રિય રમકડું જ છે રમકડાં દ્વારા પોતાની લાગણીઓને અસરકારક રીતે રજૂ કરી શકે છે ઘણીવાર બાળક જે વાત બોલી નથી શકતો એ રમકડાં સાથે રમતા રમતા સહજતાથી દર્શાવી શકે છે.

"આવો રમવા, ચાલો ભમવા, રમવા ભમવા ચાલો,

નહીં રમો તો મોટો ડીંગો, ઘરમાં બીકણ કુકડી,

હાથી રમશુ, ટેડી રમશુ, રમશું તબડક ઘોડો."

રમકડાની પસંદગીમાં બાળકને શું ગમે છે? તેને કઈ બાબતમાં રસ છે તે પ્રકારે રમકડાની પસંદગી થતી હોય છે. રમકડાની સાથે રમતા રમતા બાળક પોતાના ભવિષ્યના સપના અને પોતાનું ધ્યેય નક્કી કરે છે. રમકડા દ્વારા બાળકની કલ્પના શક્તિમાં વધારો થાય છે. બાળકમાં સમૂહ ભાવના કેળવાય છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસને વધારવા માટે રમકડા અગત્યનો ભાગ ભજવે છે. રમકડાં સાથે રમવાથી બાળકના સર્જનાત્મક અને ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહન મળે છે. પઝલ જેવી રમતો દ્વારા બાળકોના બૌદ્ધિક વિકાસમાં વધારો થાય છે.

અત્યારના આધુનિક યુગમાં રમકડાઓમાં અલગ અલગ વિવિધતા જોવા મળે છે. લાઇટિંગ તથા મ્યુઝિક વાળા રમકડા પ્રત્યે બાળક વધુ આકર્ષાય છે. પુરાતન કાળમાં ગેદીદડા, સતરંજ, ચોપાટ જેવી રમતો રમાતી ત્યારે બાળકો માટીના કે પતરામાંથી બનાવેલા રમકડાંથી રમતા હતા.

ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક કવિતા માં કહ્યું છે "એક રમકડું બાળકોને ખુશીઓની અનંત દુનિયામાં લઈ જાય છે. રમકડાંઓ એક એક રંગ બાળકોના જીવનમાં કેટલાય રંગ પાથરે છે."

આજે રમકડાં વિશ્વમાં ટેડીબેર અને બાર્બી ડોલે પોતાની જગ્યા બનાવી લીધી છે અને તેનું ચલણ વધ્યું છે. પરંપરાગત રમકડા ધીરે ધીરે લુપ્ત થતા ગયા આજે ટેકનોલોજીની હોડમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ જેવા સાધનોને લીધે બાળકોનું બાળપણ અંધકારમાં બનતું જાય છે. અત્યાર નું બાળક ધીમે ધીમે પોતાનું ભોળપણ અને નિર્દોષતા ગુમાવી રહ્યું છે બાળક ફરી રમકડા ની દુનિયા થી પરિચિત થાય તે હેતુથી અમારા બાલભવનમાં

વર્ચ્યુઅલ ટોયડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને પોતાના મનપસંદ રમકડાથી રમવાની ખૂબ જ મજા માણી હતી. પોતાના રંગીન રમકડાંની જેમ રંગીન કપડાં પહેરીને તેમની દુનિયામાં ખોવાઈ ગયા હતા.


137 views0 comments
bottom of page