top of page
  • Writer's picturegajeravidyabhavanguj

રક્ષાબંધન


ભારતીય સંસ્કૃતિમાં સામાજિક, ધાર્મિક તહેવારનું અનેરું મહત્વ જોવા મળે છે. આપણા દેશમાં રક્ષાબંધનએ સામાજિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણમાસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનના પવિત્ર બંધનનો આ તહેવાર ભારતના લોકો ધામધૂમથી ઉજવે છે. આ દિવસે ભાઈ-બહેનના કાંડા પર રાખડી રક્ષણનું કવચ આપે છે. રક્ષાબંધન પર્વ એટલે બહેનનો ભાઈ પ્રત્યનો પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ તથા ‘સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ જ જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી’ એ સંદેશ આપનાર આ પવિત્ર તહેવાર છે. આ દિવસને બળેવ કે નાળીયેરી પુનમ તરીકે ઓળખવામાં આવે છે.

માતાઓ, પત્નીઓ, ભગીનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક જોવા મળે છે. જેવા કે પૌરાણિક કથા પ્રમાણે દેવાધિદેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. જેથી ઇન્દ્રનો વિજય થયો હતો. આ ઉપરાંત મહાભારતના યુધ્ધમાં અભિમન્યુને કૃતિએ રાખડી બાંધી હતું. આમ, ‘રાખડી એ માત્ર સુતરનો તંતુ નથી એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની’ મહતા સમજાવતું એક પવિત્રબંધન છે.

ભારતીય ઇતિહાસમાં પણ રક્ષાબંધનનાં પ્રસંગો જોવા મળે છે જેમ કે મેવાડના મહારાણી કર્મવતીએ મોગલ સમ્રાટ હુમાયને રાખડીબાંધી આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. કોઈ ધર્મના વડા હોતા નથી.

ગજેરા વિદ્યાભવનમાં પણ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે વિદ્યાર્થીઓમાં ભાઈ-બહેનનાં પવિત્ર બંધનનો અને ભાઈની બહેન પ્રત્યેની ફરજો વિષે સંસ્કારીતાનું સિંચન કરવામાં આવે છે.

32 views0 comments
bottom of page