gajeravidyabhavanguj
“મૂલ્યાંકન એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે.”
બાળકના સર્વાંગી વિકાસ માટે તેનું સતત મૂલ્યાંકન થવું જરૂરી છે. વિકાસાત્મક મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓની પોતાનામાં રહેલી કળાને પ્રદર્શિત કરી શકે છે
પુસ્તકનાં જ્ઞાન દ્વારા વિદ્યાર્થીઓ વિષયલક્ષી જ્ઞાન પ્રાપ્ત કરે છે. પરંતુ સતત મૂલ્યાંકન થી બાળકના જીવનનું ઘડતર અને ઉત્કૃષ્ટ નાગરિકો તૈયાર થાય છે. તે હેતુથી ગજેરા વિદ્યાભવન માં દર વર્ષે વિદ્યાર્થીઓનો ગુજરાત સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ વિકાસાત્મક મૂલ્યાંકન કરવામાં આવે છે. માળખા મુજબ અલગ અલગ ૪૦ જેટલા મુદ્દા (વિષય) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક, સામાજીક, બૌદ્ધિક, ધાર્મિક, નૈતિક મૂલ્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
વિકાસલક્ષી મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓએ માટીકામ અને કાગળકામ અંતર્ગત જુદાજુદા આકર્ષક નમૂના તૈયાર કર્યા હતા. આ ઉપરાંત બોધ મળે તેમજ જીવન મૂલ્ય સમજાય તેવી સુંદર વાર્તા કવિતા નું ગાન,આવું સુંદર પ્રસ્તુતી રાહી હતી.
સતત મૂલ્યાંકન અને શિક્ષણની પાયાની જરૂરિયાત છે.