top of page
  • Writer's picturegajeravidyabhavanguj

મૂલ્યાંકન


"જીવન તો અઘરા સવાલોથી ભરેલી છે કિતાબ, જેના આપને જ શોધવાના છે જવાબ, ને મુશ્કેલીઓ તો આવે છે મારગમાં ને બેહિસાબ, પણ કંઈ જ અશક્ય નથી જો પુરા કરવા છે જોયેલા ખ્વાબ..!!" હેરી પોર્ટરના લેખિકા જે.કે. રોલિંગના એક લેખમાં જણાવ્યું હતું કે નિષ્ફળતા માનવીને શારીરિક દુઃખ આપે છે, પણ નિરાશા માનવીને માનસિક રીતે દુઃખી કરે છે માટે જીવનમાં નિષ્ફળતાથી ડરી ને નિરાશ ન થવું જોઈએ પરંતુ સફળતા મેળવવા મહેનત અને કોશિશ કરતા રહેવું જોઈએ. કારણ કે, જે માણસ પોતાની મદદ નથી કરતું એની મદદ તો ઈશ્વર પણ નથી કરતાં.

શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે. અણઘડ પથ્થરમાંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે. ‘શિક્ષણ એ માત્ર પરીક્ષાલક્ષી નહીં, પરંતુ જીવનલક્ષી હોવું જોઈએ.’ શિક્ષણ કાર્ય દરમ્યાન બાળકનું હૃદય જ્યાં સુધી શિક્ષણ કાર્યમાં પ્રવૃત્ત ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્યમાં કાયમી સફળતા સર્જી શકાય નહીં. બાળકની અભ્યાસ પ્રત્યેની રુચીએ શૈક્ષણિક સફળતાના પાયામાં છે. બાળકમાં અભ્યાસ પ્રત્યે પ્રેમ, રસ અને ઉત્સુકતા જાગૃત થાય એ હેતુથી અમારા બાલભવનમાં "ભાર વગરના ભણતર" પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેમાં બાળકોને દરેક વિષયમાં ક્રિએટિવ એક્ટિવિટી દ્વારા અસેસ્મેન્ટ કરાવવામાં આવ્યું હતું જેના થકી બાળકોમાં રહેલા જ્ઞાનાત્મક અને ગુણાત્મક પાસાઓની માહિતી મળે રહે છે તેમજ બાળકમાં રહેલી ક્ષતિઓને દૂર કરી બાળકોનો સર્વાગી વિકાસ સાધી શકાય છે.

એ માટે અમારા શિક્ષકોએ વિષયવાર પ્રોપ્સ, કટઆઉટ, મોન્ટેસરીના સાધનો, ટીચિંગએડ, પ્રત્યક્ષ વસ્તુઓ બતાવી બાળકોનું અસેસ્મેન્ટ કર્યુ હતું.


"બાળક એક માટી છે છે, શિક્ષક એક ઘડવૈયા છે."

માનવીના જીવનમાં શિક્ષણનું ખુબ મહત્વ રહેલું છે. બાળકોનો સર્વાગી વિકાસ થાય એ જ તેનો મુખ્ય હેતુ છે. પરંતુ હાલની વિપરીત પરીસ્થિતિમાં જયારે બાળક શાળાએ આવી શકતું નથી ત્યારે ઓનલાઈન શિક્ષણ દ્વારા બાળકને શિક્ષણ આપવામાં આવે છે.

મૂલ્યાંકન દ્વારા બાળકમાં રહેલા જ્ઞાનાત્મક અને ગુણાત્મક પાસાઓની માહિતી મળે છે. બાળકના સ્તરનો ખ્યાલ મેળવી શકાય છે જ્યાં અટક્યો હોય ત્યાંથી તેને આગળ લઈ જવામાં મૂલ્યાંકન શિક્ષણ માટે દીવા-દાંડી નું કામ કરે છે.

“બાલભવન વિદ્યાભ્યાસનું પ્રથમ પગથિયું છે.”

બાળકોના શૈક્ષણિક જીવનમાં મૂલ્યાંકનનું અત્યંત મહત્વ છે. આમ, પૂર્વ પ્રાથમિક વિભાગમાં બાળકના શિક્ષણનું મૂલ્યાંકન કરવા અમે શૈક્ષણિક સાધનને અનુસરીએ છીએ. શિક્ષક વિદ્યાર્થીને ભણતા કરે, જીવનલક્ષી કેળવણી અને વ્યવહારુજ્ઞાન પીરસે જે બાળકેન્દ્રી શિક્ષણનો મુખ્ય હેતુ છે. બાળકોના શૈક્ષણિક જીવનમાં મૂલ્યાંકન દ્વારા જ બાળકની પ્રગતિ માં કેટલો વધારો છે તે જોવા મળે છે અને શિક્ષકો મૂળાક્ષર, અંક અને આલ્ફાબેટની ઓળખ, વિવિધ ચિત્રો, વસ્તુઓ દ્વારા બાળકોનું મૂલ્યાંકન કરે છે. તેથી બાળકમાં પરીક્ષાનો ભય રહેતો નથી આ હેતુ સાથે માસના અંતે શૈક્ષણિક સાધનો દ્વારા દરેક બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

“બાળક એક માટી છે છે, શિક્ષક એક ઘડવૈયા છે.”

163 views0 comments
bottom of page