gajeravidyabhavanguj
મારી શાળાનો યાદગાર દિવસ-Fun In The Pool

“વેકેશનની આનંદમય પ્રવૃત્તિ સાથે શિક્ષણનો અનુબંધ બાંધી શકાય છે”
આખું વર્ષ ભણ-ભણ કર્યા પછી આવતું વેકેશન એક ધોરણની સફળતા સાથે નવા ધોરણનો પ્રારંભ છે. એક માસનો સતત આનંદ એટલે વેકેશન.

વેકેશનનો સદઉપયોગ એટલે કંઈક નવું શીખવાના દિવસો. વિવિધ પ્રવૃત્તિ-પ્રોજેક્ટ થકી બાળક શિક્ષણ સાથે વિવિધ કલામાં પણ માહિર બને તેવું આયોજન. વેકેશનમાં બાળકના વિવિધ કૌશલ્યોનો વિકાસ સાથે તેની અભિવ્યક્તિ ખીલવવી જરૂરી છે. અત્યારે જીવન ઘડતરના પાઠ બાળકને રમતાં રમતાં શીખવવામાં આવે છે. મુક્ત મને આનંદ, ઉલ્લાસ થી રમતાં-રમતાં જે પ્રવૃત્તિ બાળક કરે તે જ સાચી મઝા.
શાળાઓમાં ઉનાળાની રજાઓ રાખવામાં આવે છે એનું મુખ્ય કરણ એ છે કે, વિદ્યાર્થીઓ શાળામાં સત્તત અભ્યાસના તણાવમાં લાંબા સમય સુધી રહે છે. પરીક્ષાના પરિણામ પછી તેમને થોડા દિવસની રજા આપવામાં આવે છે. જેથી આવતા વર્ષે વિદ્યાર્થીઓ તાજા મનથી વધુ સારી તૈયારી કરી શકે.
ઉનાળાની ઋતુ શરુ થતાની સાથે જ હોટવેવ્ઝ ચાલુ થઈ જાય છે. જેથી બાળકોને ઘરમાં રમાતી રમતો અને પાણીવાળા ફળોનો વધુ ઉપયોગ કરવો એવી સમજ આપવામાં આવી. તેની સાથે જ બાળકો શાળાની યાદો પોતાના દિલમાં રાખીને વિદાય લે તે માટે ‘ફન ઈન ધ પુલ’ પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
બધા જ બાળકોએ ખુબ જ ઉત્સાહથી પુલપાર્ટીની મજા માણી અને ડાન્સ કરી શૈક્ષણિક વર્ષના અંતિમ દિવસને યાદગાર બનાવી દીધો.