top of page
  • Writer's picturegajeravidyabhavanguj

મારો પ્રથમ યાદગાર પ્રવાસ


"પ્રવાસ એક એવો શિક્ષક છે જે જિંદગીના મુશ્કેલ પાઠ શીખવે છે."

વિશાળ વાંચન, ઊંડું મનન, તહેવારો ને સંસ્કૃતિ વગેરે પરિબળો માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે, પ્રવાસ પણ માનવીનું જીવન ઘડનાર એક મહત્વનું પરિબળ છે. કાકા સાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, કે જેમ કુંભાર માટીને ઘાટ આપે છે તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે.

પ્રકૃતિ, શિલ્પ, સ્થાપત્ય વિશે અનેક પુસ્તકો દ્વારા ન મળે એટલું જ્ઞાન એક પ્રવાસ દ્વારા મળી શકે છે. પ્રવાસ દ્વારા થતા વિવિધ રંગોના અનુભવોથી પાયાની કેળવણી મળે છે, તે શૈક્ષણિક અભ્યાસ થી મળી શકતી નથી. પ્રવાસોથી માનવીના નવા ચહેરા-મહોરા, નદીઓ, સાગરો, ગિરિમથકો, લીલાછમ ખેતરો વગેરેનું સૌંદર્ય આપણા જીવનરસને છલકાવે છે. તેનાથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે તન અને મન તાજગી અનુભવે છે. પ્રવાસમાં દરેક સ્થળે આપણને ઘર જેવી સગવડો ન પણ મળે આથી સગવડો વેઠવાની ટેવ પડે.

"પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સફર"

શાળા જીવનમાં પ્રવાસનું આગવું મહત્વ છે. પ્રવાસ બાળકને સાહસિક બનાવે છે. સામુહિક જીવનનો અનુભવ કરે છે. બાળકમાં સહનશીલતા, સેવા, ક્ષમા, ત્યાગ વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે.

આમ, પ્રવાસ બાળકની સાહસવૃત્તિને ઉત્તેજિત કરવાની સાથે તેને નિરાશક્તિના પાઠ પણ શીખવી શકે છે. ખરેખર પ્રવાસ એ માનવીના ઉમદા જીવન ઘડતર માટેનું એક ઉત્તમ સાધન છે.

બાળકોમાં સ્વતંત્રતાની અને ભાઈચારાની ભાવના કેળવાય એ હેતુથી અમારા બાલભવન માં પ્રવાસ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને ‘દાજીની વાડી’ ની મુલાકાત કરાવી. જેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઢોલ, નગારા અને પાઘડી પહેરાવી બાળકો અને શિક્ષકોનું સ્વાગત કર્યુ. બાળકોએ વિવિધ રમતો ની મજા માણી. રાઈફલ શુટિંગ,રેઈનીડાન્સ, કટપુતળી શો, મેજિક શો વગેરેમાં બાળકોને ખૂબ જ મજા આવી. બાળકોએ પોતાના મિત્રો સાથે સમૂહ ભોજન ની મજા માણી. આ પ્રવાસ બાળકોના માનસપટ પર સદાયને માટે અંકિત રહેશે.


668 views0 comments
bottom of page