top of page
  • Writer's picturegajeravidyabhavanguj

મેરી ક્રિસમસ....


"આવી નાતાલ રૂડી આવી નાતાલ,

બાળકોને ગમતી, રૂડી આવી નાતાલ,

ઈશુ ભગવાનને વંદન કરીએ,

પ્રેમદયા નો સંદેશો ઝીલીએ..”

'તહેવારો જીવન છે અને સમગ્ર જીવન એક તહેવાર છે.'

હજારો વર્ષ પહેલા ભારતવર્ષે આખા વિશ્વને તહેવારોની સંસ્કૃતિથી વાકેફ કર્યુ. એકધારું કામ કરીને જીંદગીમાં કંટાળો ન પ્રવેશે એ માટે શાણા પૂર્વજોએ આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને તહેવારોની ઉજવણીઓ ભેટ આપી, આપણી સંસ્કૃતિ તહેવારોની સંસ્કૃતિ છે. જીવનના તમામ પાસાઓને આપણે વિવિધ તહેવારો દ્વારા ઉજવીએ છીએ. દરેક તહેવાર પોતાનું આગવું અને વિશેષ મહત્વ ધરાવે છે. તેમાં પણ પ્રેમ, દયા, મિત્રતા, ક્ષમા અને સમર્પણનો તહેવાર એટલે નાતાલ.

નાતાલ એ ખ્રિસ્તી લોકોનો મુખ્ય તહેવાર છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં દિવાળી અને નવરાત્રીનું અનેરું મહત્વ છે તે રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ નાતાલનું અનેરું મહત્વ રહેલું છે. આ તહેવાર વિશ્વભરમાં ફેલાયેલા ઈશુ ખ્રિસ્તના કરોડો અનુયાયીઓને પવિત્રતાનો સંદેશ આપે છે અને તેમના બતાવેલા માર્ગ પર ઊંચા આદર્શો સાથે ચાલવા માટે પ્રેરિત કરે છે. આ દિવસ ઈશુખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે મનાવવામાં આવે છે. ઈશુનો જન્મ મધ્યરાત્રીએ એક તબેલામાં (ગભાણ) માં થયો હતો. ઈસામસીહ ને પરમેશ્વરના દૂત માનવામાં આવે છે.

ઈશુ ખ્રિસ્તીએ સાદુ જીવન વ્યતિત કરીને પણ જે ઉચ્ચ આદર્શ આ સંસાર સમક્ષ રાખ્યા તે આજે પણ અનુકરણીય છે. તેમણે તેમનું સંપૂર્ણ જીવન પરમેશ્વરને સમર્પિત કરી દીધું હતું. જયારે તેમને વધસ્તંભ પર જડવામાં આવ્યા. ત્યારે પણ તેમણે લોકોને ક્ષમા કરવાની પ્રેરણા આપી. નાતાલમાં ક્રિસમસ ટ્રી ને સજાવવાનું વિશેષ મહત્વ છે. દેવળોમાં હાજરી આપીને ઈશુ ખ્રિસ્તની સ્તુતિ અને પ્રાર્થના આધુનિક ઉજવણીમાં સૌથી વધારે પ્રચલિત બનેલું પાત્ર સાન્તાક્લોઝ છે. સાન્તાક્લોઝ એટલે સંત નિકોલસ જે ચોથી સદીના ધર્માધ્યક્ષ હતા. જે નાના બાળકોનું ખુબ જ ધ્યાન રાખતા અને તેમને ભેટ સોગદો આપતા.

બાળકોમાં પ્રેમ, એકતા અને સર્વધર્મ સમભાવનાની સમજ કેળવાઈ તે હેતુથી અમારા બાલભવનમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ ઈશુના જન્મની સમજુતી નાટ્યાત્મક રીતે આપી હતી. નાતાલને લગતી વિવિધ એક્ટીવીટી કરાવી. બાળકોએ ખુબ જ સુંદર ડાન્સ કર્યો અને પોતાના મિત્રો સાથે કેક અને વેફર્સ ના નાસ્તાની મજા માણી.

"ચંદ્ર એ તેની ચાંદની વિખેરી,

અને તારાઓ એ આકાશને સમજાવ્યું,

લાવીને ભેટો અમન અને પ્રેમની,

જુઓ સ્વર્ગથી કોઈ ફરિસ્તો આવ્યો છે."



467 views0 comments
bottom of page