top of page
  • Writer's picturegajeravidyabhavanguj

મારી કલ્પનાની દુનિયા

“જોઈ હશે બધાએ અમાસની રાત પણ અમે તો,

પૂનમના ચાંદ જેવી કલ્પના લઈને આવ્યા છીએ.”


બાળકો સ્વયં કુદરતનું નવસર્જન તો છે જ સાથે સાથે તેઓ ભરપૂર સર્જનાત્મકતાને કલ્પનાઓથી હર્યાભર્યા હોય છે જરૂર છે માત્ર તેમની સર્જનશક્તિ અને કલ્પના શક્તિને યોગ્ય દિશામાં વાળીને પ્રવાહિત કરવાની.

કલ્પના એક મહાન શક્તિ છે, તેમની સહાયથી તમે કોઈપણ ચિત્રની કલ્પના કરી શકો છો. બાળકના શિક્ષણ માં તેનું ખુબ મહત્વ છે, કલ્પના બાળકના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને આકર્ષક વિસ્તાર છે ચાલો કેટલાક મૂળભૂત સિદ્ધાંતો અને હકીકતોથી પરિચિત થવાનો પ્રયત્ન કરીએ. દરેક બાળકને સર્જનાત્મક ક્ષમતાઓ અને કલ્પના વિકસાવવાની તક છે. જે બાળકની કલ્પના વિકસાવવા માટે મદદ કરે છે. શાબ્દિક રીતે ‘બાળકને શિક્ષણ આપવું’ મોટે ભાગે રસપ્રદ અને ઉત્તેજના છતી કરે છે. બાળકની કલ્પના બાળકના અનુભવ પર આધારિત છે.

બાળક માટે આ દુનિયા એક રમત જેવી છે. જેમાં તમે તમારી કલ્પના સંપૂર્ણપણે ખ્યાલ કરી શકો છો. શાળામાં બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે ઘણીબધી જગ્યાઓ છે, તેથી આપણે બાળકોને વિચારવાની સર્વોતમ તકો આપવી જોઈએ.

તો ચાલો બાળકો સાથે કલ્પનાશક્તિ ઉપર કઈ રીતે કામ કરી શકાય તેના વિશે થોડી માહિતી મેળવીએ.

વાર્તા- વાર્તા એ બાળકની કલ્પના શક્તિના વિકાસનું સૌથી પહેલું પગથિયું છે. વાર્તા દ્વારા બાળકની કલ્પના શક્તિનો વિકાસ થાય છે. બાળકને કોઈ પણ શબ્દ આપો જેના વચ્ચે કોઈ સંબંધ ના હોય. જેમકે કીડી, ઘર, ઝાડ, પુસ્તક હવે આ શબ્દોમાંથી વાર્તા બનાવવાનું કહો.

બાળકને અધૂરી વાર્તા કહેવી અને પછી આગળની વાર્તા બાળકને પૂરી કરવા માટે કહેવાનું વાર્તાની અમુક પરિસ્થિતિના ગીતો બનાવવા, વરસાદ પડતો હશે ત્યારે એનું દ્રશ્ય કેવું હશે? આમ, વિવિધ પ્રશ્નો દ્વારા બાળકની કલ્પનાશક્તિ ઉજાગર થાય છે.

ચિત્ર- બાળકને એક ચિત્ર વિશે સમજ આપો અને એ ચિત્રની કલ્પના કરાવો. આ કલ્પના શક્તિ દ્વારા બાળક ચિત્ર તૈયાર કરશે અને તેનું નામ આપશે

ગીત-સંગીત- વિવિધ સંગીત સંભળાવીને બાળકોને ગીત ઓળખવા કહેવાનું અથવા તો પશુ-પક્ષીઓના અવાજ સંભળાવીને પણ ઓળખ કરાવી શકીએ. સંગીતના વિવિધ તાલ અને લય સાથે ગાવાથી પણ બાળકોની કલ્પનાશક્તિનો વિકાસ થાય છે.


નાટક- રંગમંચ એ એક એવી જગ્યા છે જ્યાં નાના બાળકોમાં અનુકરણ કરવાની શક્તિને વેગ મળે છે. બાળકોને જોડકણાં, અભિનય ગીતો અને બોધવાર્તાઓ ના આસ્વાદ વારંવાર કરાવીએ તો આવા અનુભવમાંથી બાળક નાટકને સહેલાઈથી કરી શકે અને માણી શકે છે.

“બાળકની જિજ્ઞાસાવૃત્તિ વિકસે તેવી પ્રવૃત્તિ ને પ્રાધાન્ય આપો”

માટીકામ- સર્જન કરવાની કળા એ દરેક બાળકમાં હોય જ છે, પરંતુ એ સર્જનાત્મકતા બહાર કાઢવી અને દુનિયા સમક્ષ માટીકામ જેવી પ્રવૃત્તિઓ દ્વારા પ્રસ્તુત કરી શકાય છે. બાળકને માટીમાં રમવું એ ખુબ જ ગમે છે તેથી માટીકામ બાળકોમાં સર્જનાત્મકતા વધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે.

ચિત્રકામ અને છાપકામ- છાપકામ જુદી-જુદી વસ્તુઓ જેવી કે, રૂ, પીંછા, પાન, સિક્કા વગેરેનો ઉપયોગ કરીને બાળક પોતાની સમજથી જ છાપકામ કરી શકે છે. બાળકના મનના વિચારો કાગળ પર ચિત્ર દ્વારા અભિવ્યક્ત કરતા શીખે છે. તેથી બાળકમાં કલ્પનાશક્તિનો વિકાસ થાય અને રંગ અને આકાર નો ખ્યાલ આવે છે.

ઓડિયો અને વિડીયો- આસપાસની વિવિધ વસ્તુઓનો અવાજ રેકોર્ડ કરવો અને એ અવાજ કોના જેવો સંભળાય છે એની કલ્પના કરવી અને વિડિયો દ્વારા બાળકોને પ્રશ્નોત્તરી પણ કરી શકાય છે.

પપેટ્સ શો- રામાયણ-મહાભારતને લગતા પૌરાણિક પાત્રોના પપેટ્સ દ્વારા બાળકોમાં આધ્યાત્મિક કલ્પનાશક્તિનો વિકાસ થાય છે.

*બાળકના દરેક પ્રશ્નોનો યોગ્ય અને હકારાત્મક જવાબ આપવો જેથી બાળક પોતાની વાતને યોગ્ય રજૂઆત કરી શકે.


82 views0 comments
bottom of page