gajeravidyabhavanguj
માપનની પદ્ધતિ
આપણા રોજિંદા જીવનમાં માપનનું ખૂબ જ મહત્વ છે. વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, ચિત્રકામ જેવા વિષયોમાં આકૃતિ દોરવાની હોય છે. તેના માટે ચોક્કસ માપની જરૂર પડે છે.
પહેલાના સમયમાં માપન માટે કોઇ પ્રમાણભૂત સાધન ન હતું. લોકો પોતાના શરીરના અંગો જેવા કે હાથ, પગલાં, ડગલાં,વેંત, આંગળી, મુઠ્ઠી નો ઉપયોગ કરતા હતા. તે ઉપરાંત દોરી, લાકડી જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. પરંતુ તેનાથી ચોક્કસ માપન મળતું ન હતું.એનાથી અંદાજીત માપ મળતું હતું. માપનનો પ્રાયોગિક ખ્યાલ મેળવવા માટે ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-6 માં વિષય-વિજ્ઞાનના તાસમાં ઉપરોક્ત પદ્ધતિ વડે માપ કેવી રીતે લઈ શકાય તેની પ્રવૃત્તિ કરાવી. જેમાં વિદ્યાર્થીઓએ વેંત, ડગલા, આંગળી, હાથ વડે માપ કેવી રીતે લઈ શકાય તેની પ્રત્યક્ષ પ્રાયોગિક પ્રવૃત્તિનું નિદર્શન કર્યું તેમજ દોરી અને લાકડી વડે માપન કર્યું.
શરીરના અંગો વડે લેવાતું માફ ચોક્કસ ન હોવાથી વર્ષ પછી માપપટ્ટીની શોધ થઈ. તેની સમજ આપવા વિદ્યાર્થીઓ પાસે માપપટ્ટી,મીટરપટ્ટીથી પણ માપન કરાવ્યું. દરેક વિદ્યાર્થીઓએ માપન કર્યું તેની નોંધ કરી અને માપન વિશે સમજ કેળવી હતી.