gajeravidyabhavanguj
“માતૃ ભાષાનું પ્રભુત્વ અને વિદેશી ભાષા ની વિકાસ યાત્રા”
“માતૃભાષા આપણો વારસો અને ગૌરવ છે.
તેની સાથે આપણા વિકાસ માટે વિદેશીભાષા ને પણ આવકારવી”
‘પરિવર્તન એ સંસારનો નિયમ છે’. આ વિધાનને અનુરૂપ શિક્ષણ ક્ષેત્રે પણ દિનપ્રતિદિન પરિવર્તન આવતું જાય છે અને સાથે-સાથે આધુનિક યુગમાં અંગ્રેજીમાં માધ્યમ તરફ નું ઘર્ષણ પણ ઘણું વધતું જાય છે. તેવી પરિસ્થિતિમાં માતૃભાષાને પણ પૂરતું મહત્ત્વ અપાય અને વિદેશી ભાષા નો પણ સમન્વય જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા 2014 માં ગ્લોબલ મીડીયમ નો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો. અને સુરત જિલ્લાની ઘણી શાળાઓમાં ધોરણ - 3 થી પર્યાવરણ અને ગણિત જેવા વિષયોમાં ગુજરાતી + English બંને ભાષા નો સમન્વય કરીને એટલે કે ગુજlish માં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું. આ પ્રોજેક્ટ ફળદાયી નીવડતા બીજી શાળાઓની સાથે - સાથે આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં પણ વર્ષ 2019 થી ધોરણ – 3 ગણિત અને પર્યાવરણ વિષયમાં ગ્લોબલ મીડિયમમાં અભ્યાસ કરાવવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ પોતાનો પરિણામ જાળવી ને ઉત્તમ પરિણામ ની સાથે-સાથે માતૃભાષાની મહાનતા જાળવીને અંગ્રેજી ભાષાના ઘણા શબ્દોનું જ્ઞાન મેળવી શક્યા. આ પ્રોજેક્ટની સફળતાથી સમગ્ર ગુજરાતમાં પણ પરમિશન લઇને જે-તે શાળાઓ આ રીતે શિક્ષણ આપી શકે છે. ચાલુ વર્ષમાં આ માધ્યમને આ માધ્યમને ‘દ્વિભાષી માધ્યમ’ એટલે કે “Bilingual medium” તરીકે નામ આપવામાં આવ્યું..
આપણી શાળામાં ધોરણ-2 માં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીશ્રીને આમંત્રિત કરીને શાળાના કોન્ફરન્સ હોલમાં શાળાના આચાર્યશ્રી સોલંકી ભાવિશાબેન, ડાયરેક્ટર શ્રી જયેશભાઈ પટેલ અને દ્રિભાષી માધ્યમમાં તાલીમ મેળવેલ શિક્ષકો ના વક્તવ્ય દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી લેખનકાર્ય,પાઠ્યપુસ્તક, ગૃહકાર્ય, વર્ગખંડનું કાર્ય તથા વાલીએ આ પ્રોજેક્ટમાં જોડાયા પછી કેટલીક મહત્વની ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ની ચર્ચા કરી હતી. સાથે- સાથે વાલીશ્રીને શાળાના ડાયરેક્ટર શ્રી જયેશભાઈ પટેલે પોતાના અનુભવો અને ઉદાહરણ દ્વારા બાળકોના ઉછેર માટેની જરૂરી અને મહત્વની બાબતો ની માહિતી આપી હતી.. આમ બાળકોના ઉછેર, સંસ્કાર, સિંચન અને આવનારા ભવિષ્યના નાગરિકોમાં સદગુણો ની કેળવણી નું સિંચન થાય તે માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
“માતૃભાષાનો મહિમા પરંપરા અને સંસ્કૃતિનું જતન,
વિશ્વ ભાષા પર પ્રભુત્વ વિકાસ તરફ ઉચિત રીતે પ્રયાણ.”