gajeravidyabhavanguj
માતૃભાષાદિન

આજે વિશ્વ માતૃભાષા દિવસ (World Mother Language Day) છે. વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરી (21 February)એ ઊજવવામાં આવે છે. માતૃભાષાનું ઉદગમ સ્થાન આપણું ઘર પરિવાર જ હોય છે. જેથી આપણું ઘર પરિવાર જ ખરા અર્થમાં માતૃભાષાનો જીર્ણોદ્ધાર કરી શકવા સમર્થ છે. વિશ્વ માતૃભાષાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભાષા (Language) અને સંસ્કૃતિ (Culture) ની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને સૌને વિશ્વ માૃતભાષા દિવસની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું છે કે માં, માતૃભાષા અને માતૃભૂમિ – આ ત્રણ જીવનશક્તિના મૂળ સ્ત્રોત છે. યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7000 થી વધુ ભાષાઓને ઓળખી કાઢી છે. જેનો ઉપયોગ (વાંચવા, લખવા અને બોલવા) માટે થતો હોવાનું જણાવ્યું છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999 એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો, ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે. માતૃભાષાદિન નિમિતે રત્નાસાગર જૈન વિધાશાળા આયોજિત" માતૃભાષાનું મહિમાગાન" આંતરશાળા સ્પર્ધા અંતર્ગત પઠન, કથન અને ગાયન સ્પર્ધા નું આયોજન થયું હતું. જેમાં કથન વિભાગમાં ગજેરા વિદ્યાભવન કતારગામની વિદ્યાર્થિની હિર રાબડીયા તૃતીય ક્રમ મેળવેલ છે. તેમજ એમના માર્ગદર્શક યશ ઉપાધ્યાય તથા હેમંત પરમારને પણ શાળાના તમામ આચાર્ય તથા ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાએ અભિનંદન પાઠવ્યા હતા.