gajeravidyabhavanguj
વિશ્વ માતૃભાષા દિન
Updated: Feb 22, 2021

૨૧મી ફેબ્રુઆરી, હિન્દુસ્તાન ની ધરતી નો ટુકડો લઇ રચાયેલા પાકિસ્તાનના કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાએ જાહેરાત કરી કે પાકિસ્તાનમાં ઉર્દૂ રાષ્ટ્રભાષા રહેશે, અને બધાએ ઉર્દૂને સ્વીકારવી. પૂર્વ પાકિસ્તાનના વસતા મોટાભાગના લોકો બંગાળી હતા. તેથી તેઓ ઉર્દૂ સ્વીકારવા તૈયાર ન હતા. અને વિરોધ થયો. સરકાર કોઈ કાળે ટસથી મસ થવા તૈયાર ન હતા.અને વિરોધ લંબાયો. આ વિરોધના ભાગરૂપે જ ૨૧મી ફેબ્રુઆરી, ૧૯૫૨ના દિવસે ઢાકા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ એક મોટું આંદોલન કર્યું. આખરે સમય જતાં માતૃભાષાના પ્રેમના આ ઝનૂનને કારણે પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનો જન્મ થયો. ઈ. સ. 1999માં યુનેસ્કોએ માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. તેથી ૨૧ ફેબ્રુઆરી ને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઉજવવાનું નક્કી થયું. એ પછી વર્ષ ૨૦૦૦ થી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરી વિશ્વભરમાં માતૃભાષા દિન તરીકે ઉજવાય છે.


માતૃભાષા એટલે કે માતાના ખોળા માં રહીને શીખેલી ભાષા , સ્વપ્ન માં આવતી ભાષા તે આપણી માતૃ ભાષા. આપણી શાળામાં પણ માતૃભાષા દિન નિમિત્તે મધર લેંગ્વેજ સ્પીચ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બદલ ગજેરા શાળા પરિવાર સ્પર્ધક તેમજ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.


મને ગર્વ છે કે ગુજરાતી મારી માતૃભાષા છે, માતા છે ગુજરાતની ધરતી વતનની એ માટી છે. એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે.