gajeravidyabhavanguj
વિશ્વ માતૃભાષા દિવસ
“માતૃત્વની સિમાચિહ્ન સમી માતૃભાષા જીવન જીવવાનું સાચું પગથિયું છે.”
વ્યાપક અર્થમાં નિશાનીઓ અને નિયમો દ્વારા બનતા એક માળખાને ભાષા કહે છે. ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે પરંતુ ભાષાઓનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી.
ભારત દેશમાં ગુજરાતી ભાષા, મરાઠી ભાષા, બંગાળી ભાષા, મલયાલમ ભાષા, તમીળ ભાષા, કન્નડ ભાષા, પંજાબી ભાષા, સિંધી ભાષા, તેલુગુ ભાષા, હિન્દી ભાષા, ઉર્દૂ ભાષા, આસામી ભાષા, કાશ્મીરી ભાષા, મૈથિલી ભાષા, સંસ્કૃત ભાષા, સંથાલી ભાષા, અંગ્રેજી ભાષા, નેપાલી ભાષા, મારવાડી ભાષા, ભોજપુરી ભાષા વગેરે અલગ અલગ ભાષાઓ બોલવામાં આવે છે.
ભાષાનું જે સ્વરૂપ(શિષ્ટ સ્વરૂપ) સમાજમાં આદર પામતાં સાહિત્યમાં સ્થાન પામે છે. તેણે આપણે સામાન્ય પણે સાહિત્યની ભાષા એ જ શિષ્ટભાષા એવું માનીએ છે. પરંતુ વાસ્તવમાં તો સાહિત્યમાં સંગ્રહ પામેલું ભાષાનું સ્વરૂપ સમય જતાં શિષ્ટ બની જાય ખરું, પણ ભાષાનો વિકાસ ત્યાં રૂંધાય છે. ભાષાનું સ્વરૂપ આખા પ્રદેશમાં એક સરખું તેમ જ સમાન ધોરણે હોય છે. બોલીમાંથી ભાષા આવે છે.
ભાષા સમાજ વિશે એમ કહી શકાય કે સમાજમાં ભાષાના બે સ્વરૂપો વપરાતા હોય છે. જેમાં એક તો શિષ્ટ માન્ય ભાષા જેમાં સાહિત્ય સર્જાતું રહેતું હોય છે. અને બીજું શિષ્ટ માન્ય ભાષાનું વિકસિત સ્વરૂપ તે બોલી- જે તથ્ય રૂપે હોય છે અને તે સ્થાન ભેદ અને વર્ગ ભેદ જુદા હોય છે.
ભાષાનું સાહિત્યિક સ્વરૂપ આખાય પ્રદેશમાં એક સરખું અને સમાન ધોરણે હોય છે. અને બોલીનું સ્વરૂપ વર્ગ ભેદે બદલાતું રહે છે. દરેક મનુષ્ય પોતાનું જ્ઞાન અર્થપૂર્ણ રીતે સાહિત્ય મારફતે વ્યક્ત કરે છે. ભાષાનું કાર્ય તો સાહિત્યનુ માધ્યમ બનવાનું છે. જ્યારે બોલીનું માધ્યમ પોતાની લાગણી, વિચાર વ્યક્ત કરવાનું છે.
આજ રોજ ગજેરા વિદ્યાભવન,કતારગામ શાળામાં માતૃભાષા દિન નિમિતે ધોરણ -7 ના વિધાર્થીઓએ અલગ અલગ ભાષામાં પોતાનો પરિચય આપ્યો હતો. તેમજ અલગ અલગ ભાષા નો આનંદ માણ્યો હતો.
“ માતૃભાષા આપણો વરસો અને ગૌરવ છે, તેનું જતન કરવું એ આપણી ફરજ છે...!!!”
..