gajeravidyabhavanguj
માતૃ દિવસ
" માતૃત્વ એક કીમિયો છે, કથીરનું કંચન અને પોખરાજનો હીરો કરવાની એનામાં શક્તિ છે."

વાત્સલ્યની મૂર્તિ એટલે "મા" એના જેવી વ્યક્તિ આ જગતમાં ક્યાંય મળે એમ નથી. "મા" એટલે જેના વાત્સલ્યના ધોધમાં જો સૂરજ પણ પલળે તો એ પણ પોતાની ગરમી ભૂલી જાય તેવો અમૃત ભરેલો ઘડો માનું હૃદય પ્રેમ મંદિર છે. લાગણીથી બદબદ સ્નેહનો સરવાળો એટલે "માં" માનું ઋણ માનવી તો શું ખુદ ભગવાન પણ ચૂકવી શકતા નથી અને તેથી જ ખુદ ઈશ્વરે પણ દુનિયામાં અવતાર લેવા માટે મા ની જરૂર પડે છે.
“ મેં અપને છોટે મુખ સે કૈસે કરું તેરા ગુણગાન
મા તેરી મમતા કે આગે ફીકા-સા લગતા ભગવાન ”
પ્રેમ, વાત્સલ્ય, ત્યાગ અને મમતાની મૂર્તિ એટલે "મા" જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ શબ્દ હોય તો તે "મા" છે. તે બાળકની પ્રેરણાદાયી છે.
જન્મ સમયે મને રડતો જોઈ હસનાર છે "માં" અને પોતાના સ્નેહભર્યા સ્પર્શથી શાંત રાખનાર પણ છે "માં"
કોઈ સત્ય નથી. માતા ધરતી છે. જગતનું સૌથી પહેલું ચુંબન માતાનું હોય છે. વિનોબા ભાવે કહ્યું તું કે જગતમાં બધું જ પસંદ કરી શકાય છે. માતા પસંદ કરી શકાતી નથી. માતા સ્વ-ધર્મ જેવી છે.
જો ઘરેથી "મા"ના આશીર્વાદ લઈને નીકળીએ તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી ન શકે એક "મા" આગળ તો દુનિયા નો વૈભવ પણ ટૂંકો લાગે.

એક "માં" કદાચ અભણ હોઈ શકે પણ એ હંમેશા પોતાના સંતાનને દુનિયાનો સર્વશ્રેષ્ઠ મનુષ્ય બનાવવા મોંઘા માં મોંઘુ ભણતર આપી તેમનામાં સંસ્કારોનું સિંચન કરે છે એટલે જ શાસ્ત્રોમાં જો કોઈને પ્રથમ ગુરુ કહ્યા હોય તો એ છે એમાં માની મમતા શબ્દોમાં જણાવી ખૂબ જ કઠિન છે એટલે જ કહ્યું છે ને કે "મા" ભગવાનનું સ્વરૂપ છે.
મા શબ્દ મમતાથી ભરેલો છે. માની મમતા માત્ર માનવ સૃષ્ટિમાં જ જોવા મળે છે. એવું નથી પશુ-પક્ષીઓને પણ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે. ચકલી ચણ લાવીને બચ્ચાને ખવડાવે છે. ગાય વાછરડાને જીભ વડે ચાટી પોતાના મમતા બતાવે છે. વાંદરી પોતાના બચ્ચાને છાતીએ વળગાડી ફરે. જો આ અબોલા પ્રાણીમાં પણ આટલી માયાને લાગણી હોય, તો માનવ માતાની તો શું વાત કરવી એટલે જ કહેવાય છે ને કે,
" જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે."

અમારી શાળામાં માતૃદિવસ નિમિત્તે બાળકોને શિક્ષકો નાટ્યકૃતિ દ્વારા માતાના મહિમાની સમજ આપી હતી અને બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં માતૃવંદના કરતો વીડિયો અમને મોકલાવ્યો.