gajeravidyabhavanguj
માટી છે, તો ધરતી પર જીવન શક્ય છે- World Soil Day

આપણી પૃથ્વી એ 'સૌર પરિવાર, નો જ એક સભ્ય છે. સૌથી વિશેષ વાત તો એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું તાપમાન, પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. આપણી પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. તેના કેટલાક તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. આ પ્રક્રિયા દરમ્યાન જે તત્વોનું ધન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. તે પૃથ્વીની સપાટીના લગભગ 29% ભાગ રોકે છે. રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી.
"મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હિરે મોતી..."

ભૂમિ વિસ્તારના બંધારણ અને જે તે પ્રદેશની આબોહવા ને કારણે માટીના અલગ અલગ પ્રકાર જોવા મળે છે. આપણી પૃથ્વી પર તે વનપ્રદેશો, રણપ્રદેશોઅને તૃણ પ્રદેશોમાં વહેંચાયેલા છે. જુદા-જુદા પ્રદેશોની ભૂમિ તેમજ તેના રંગ, બંધારણ, કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ તથા ખનીજ દ્રવ્યોની બાબતમાં ભિન્નતા દર્શાવે છે. માટી બધાંના જ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો મૃદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધી શકીએ? પીવાનું પાણી કે ખોરાક માટે ખેતી ઉદ્યોગ-ધંધા માટે જરૂરી ખનીજો કે પછી જંગલોએ મૃદાવરણ વગર અશક્ય છે.

ભારત દેશને સોનાની ચીડીયા કહેવામાં આવે છે. હવે આવા દેશમાં જયાં ધરતીને પૂજવામાં આવે છે, ત્યાં માટી દિવસની ઉજવણી ન થાય તો જ નવાઇ અને તેથી જ ૫ ડિસેમ્બરેને વિશ્વભરમાં માટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2013માં અમેરિકાની મહાસભાની 68 મી સામાન્ય સભાની બેઠકમાં ૫ ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે ઊજવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
માટી દિવસને ઉજવવા માટેનું મુખ્ય કારણ માટીનું મૂલ્ય સમજાવવાનું હતું. આ દિવસે માટીને જીવિત રાખવાના, માટીમાં પોષકતત્ત્વો વધારવા માટે જાગૃતતા લાવવાનો છે.

આજે વિશ્વના અનેક સ્થળોએ સમયાંતરે માટી વેરાન અને વાંઝણી બનતી જાય છે જેનું મુખ્ય કારણ છે. વધુ પડતા રસાયણ અને કિટનાશક દવાઓનો અતિરેક ઉપયોગ છે. હાલમાં વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિગના કારણે હિમશિલાઓ ધીરે-ધીરે ઓગળવા લાગી છે. જેને કારણે પૃથ્વી પર પાણીનું સ્તર સતત વધતું જાય છે. જો આ પરિસ્થિતિ વિપરીત થશે તો પૃથ્વી પર રહેવા માટે જમીન જ નહીં હોય. તો ચાલો માટે ને બચાવવાના સંકલ્પમાં આપણે પણ સહભાગી બનીએ.

એક જમાનો હતો કે જ્યારે બાળકો આઉટડોર રમત પસંદ કરતા હતા. નાના બાળકો આખો દિવસ ધૂળ માટીમાં રમ્યા કરતા હતા. માટીમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ બાળકની ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. માટીમાં રમવાથી બાળકોનાં શરીરમાં સારા બેક્ટેરિયાનો વિકાસ થાય છે. બાળક પ્રકૃતિની નજીક આવી જાય છે. તેની આંખ અને સ્વાસ્થ્ય માટે સારું રહે છે. માટી માં રમતા બાળકો ની રચનાત્મકતામાં વધારો થાય છે. અમારી શાળામાં માટી દિવસની સમજ આપવામાં આવી હતી તેમજ માટી માંથી વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી, પ્રસ્તુત છે તેની એક ઝાંખી.