top of page
  • Writer's picturegajeravidyabhavanguj

માટી છે તો ધરતી પર જીવન શક્ય છે.


આપણી પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે. પૃથ્વી પરના દરેક સજીવને જીવવા માટે જરૂરી એવું તાપમાન પાણી અને હવા માત્ર પૃથ્વીને જ મળેલા છે. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે. મૃદા એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. તેથી તે ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખાય છે. આ આવરણ પૃથ્વીની સપાટીનો આશરે ૨૯% ભાગ રોકે છે.

માટી બધાના જ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો મુદાવરણ ન હોય તો આપણું ઘર શાના ઉપર બાંધી શકીએ? પીવાનું પાણી કે ખેતી માટે અને ઉદ્યોગો માટે જમીન ક્યાંથી મળે તે? જરૂરી ખનીજો કે પછી જંગલો મૃદાવરણ વગર અશક્ય છે.

"મેરે દેશ કી ધરતી, સોના ઉગલે ઉગલે હીરે મોતી..."

ભારત એક ખેતી પ્રધાન દેશ છે જેનો મુખ્ય આધાર માટી અને પાણી જ છે. ભારત દેશને સોનાની ચીડિયા કહેવામાં આવે છે. હવે આવા દેશમાં જ્યાં ધરતીની પૂજા કરવામાં આવે છે. ત્યાં માટી દિવસની ઉજવણી ન થાય એ કેમ બને, અને તેથી ૫ ડિસેમ્બરને વિશ્વભરમાં માટીદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

"બાળકોને માટીમાં રમવા દો, નહી પડે બીમાર"

એક જમાનો હતો જયારે બાળકો ઘરની બહાર આંગણમાં મુક્ત મને રમવાનું પસંદ કરતા હતા. આખો દિવસ ધૂળ માટીમાં રમીને બાળપણનો આનંદ માણતા. માટીમાં રહેતા સુક્ષમ જીવાણું બાળકની ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત કરે છે. માટીમાં રમવાથી ચામડીના છિદ્રો ખુલી જાય છે અને આખા શરીરમાં રક્તનો સંચાર થાય છે. બાળકના શરીરમાં સારા બેક્ટેરિયાનો વિકાસ થાય છે. બાળક પ્રકૃતિની નજીક આવે છે.

આજે વિશ્વના અનેક સ્થળોએ સમયાંતરે માટી વેરાન અને વાંઝણી બનતી જાય છે. જેનું મુખ્ય કારણ છે વધુ પડતા રસાયણો અને કીટનાશક દવાઓનો અતિ ઉપયોગ, હાલમાં વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે હિમશિલાઓ ધીરે ધીરે ઓગળવા લાગી છે. જેને કારણે પૃથ્વી પર પાણીનું સ્તર સતત વધતું રહે છે. જો આ પરીસ્થિતિ વિપરીત થશે તો પૃથ્વી પર રહેવા માટે જમીન જ નહી હોય અને તેથી જ માટીને જીવિત રાખવા માટે તેમજ માટીમાં પોષક તત્વો વધારવા માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે વિશ્વમાટી દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળકો માટીનું મહત્વ સમજે એ માટે અમારા બાલભવનમાં પણ માટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નર્સરીમાં બાળકોને માટીમાંથી રમકડાં બનાવતા શીખવ્યું તેમજ સિ.કેજી. અને જુ.કેજી. ના બાળકોએ માટી માંથી સુંદર કુદરતી ચિત્રો દોર્યા હતા.

"માટી નથી મા નું માન છે,

મારા દેશની પહેચાન હૈ"


187 views0 comments
bottom of page