top of page
  • Writer's picturegajeravidyabhavanguj

"મંજિલે ઉનકો મિલતી હૈ, જિન કે સપનો મે જાન હોતી હૈ"


“જીવન કી અસલી ઉડાન અભી બાકી હૈ,

મેરે ઈરાદો કા ઇમ્તિહાન અભી બાકી હૈ,

અભી તો માપી હૈ મુઠ્ઠી ભર જમીન હમને,

અભી તો સારા આસમાન બાકી હૈ”

બાળક એ શક્તિનો પુંજ છે. દરેક બાળકમાં ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં પડેલ હોય છે. આ શક્તિનો યથાયોગ્ય વિકાસ કરવો એ શાળા નો મૂળ હેતુ છે.

આજના બાળકોમાં દૃઢ મનોબળ સ્થાપવા, સર્વાગી વિકાસ સાધવા, નેતાગીરીની તાલીમ પૂરી પાડવા. ઉચ્ચ આદર્શોના અવતરણ માટે વ્યક્તિગત તૃપ્તિ માટે શિક્ષણ આવશ્યક છે પણ શિક્ષણ માટે ફક્ત અભ્યાસક્રમ પૂરતો નથી તે માટે અભ્યાસક્રમની સાથે કેટલીક વિશિષ્ટ અને પાયાની સહઅભ્યાસિક પ્રવૃત્તિ જ અભ્યાસક્રમને પોષે છે અને જીવંત બનાવે છે.

આજની શિક્ષણ પદ્ધતિમાં પુસ્તકજ્ઞાન પર વિશેષ મહત્વ આપતા હોવાથી વિદ્યાર્થીનો સર્વાગી વિકાસ રૂંધાય છે. બાળકને ભણાવવાનો નથી પણ ભણતો કરવાનો છે. તેમનામાં રહેલી કલાઓને પારખીને પ્રોત્સાહન આપીને તેનો વિકાસ કરવો જરૂરી છે અને તેનું યોગ્ય માધ્યમ છે "સ્પર્ધા". સ્પર્ધા એ માત્ર જીતવા કે હારવાનો પ્રશ્ન નથી પરંતુ સ્પર્ધા દ્વારા બાળકમાં સહાનુભૂતિ, ગૌરવ અને સખત મહેનતને પ્રોત્સાહન મળે છે.

"મંજિલે ઉનકો મિલતી હૈ, જિન કે સપનો મે જાન હોતી હૈ,

સિર્ફ પંખો સે કુછ નહી હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ"

તેથી જ બાળકના આત્મસન્માનને ધ્યાનમાં લઈને બાળકને વિશ્વાસ સાથે મંચસ્થ કરવા પ્રોત્સાહિત કરવું જોઈએ. બાળકોના વ્યક્તિત્વની ખીલવણી થાય તેમજ બાળકોને પાયાના કૌશલ્યનો વિકાસ થાય તે માટે અમારી શાળામાં વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધા રાખવામાં આવે છે અને એ સ્પર્ધામાં ભાગ લઈ ક્રમ પ્રાપ્ત કરેલા બાળકોને સન્માનિત કરવા અમારા બાલભવનમાં ‘ઈનામ વિતરણ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વડીલોના આશીર્વાદ દ્વારા કરવામાં આવી. ત્યારબાદ દરેક બાળકને ઇનામ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા. અમારા આચાર્યશ્રી સુનિતામેડમ એ પોતાના આશિષવચનોથી બાળકોને પ્રોત્સાહિત કર્યા તેમજ ડો. શીતલ કાકડિયા, પોલીસ કોન્સ્ટેબલ ભાગ્યશ્રીબેન, નિધીબેન, મનિષાબેન, પ્રિયંકાબેન તેમજ જયેશસરની ઉપસ્થિત એ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી. બાળકની સાથે વાલીશ્રીઓ, શિક્ષકો, અમારા સફાઈ કામદાર, વોચમેન દરેકને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Every Child Is Unique In His or Her Own Way

361 views0 comments
bottom of page