gajeravidyabhavanguj
મેકર્સ-ડે 2021 નો ઇનામ વિતરણ કાર્યક્રમ
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે આજરોજ મેકર્સ-ડે 2021 નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર વર્ષે 12 મી ઓક્ટોબર મેકર્સ-ડે તરીકે ઉજવવામાં આવે છે તે ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ સ્પર્ધાઓ જુદા-જુદા ચાર ઝોન ઈનોવેશન, ક્રિએટીવીટી, સોસિયલ અને સિનર્જી આધારિત કરવામાં આવી હતી જેમાં ગજેરા વિદ્યાભવન નાં ધોરણ 1 થી 12 નાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓને તેમનાં પર્ફોમન્સને આધારે પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો.જેનું ઈનામ વિતરણ કાર્યક્રમ કતારગામ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.શ્રી બી.ડી.ગોહિલ સરનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં અન્ય મહેમાનો ડૉ. ચંદ્રેશ પાનેલીયા, ડૉ. તેજલ પાનેલીયા, ડૉ. નીતિ બરોડિયા, ડૉ. જીગીશા શાહ વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં આપણી શાળાનાં ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને કિંજલ સી. ગજેરા પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી જે બાળકો ઇનામ લેવાનાં હતાં તેમનાં વાલીઓ પણ હાજર રહ્યાં હતાં. વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોને પણ જ્ઞાનમ કાર્યક્રમ અંતર્ગત ઇનામો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે મેકર્સ-ડે ની ઉજવણી “મધર નેચર” થીમ પર કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ પ્રત્યે અભિગમ વધુ મજબુત થાય અને દેશનાં વિકાસમાં બાળકો પોતાનું યોગદાન આપી શકે અને પોતાનામાં રહેલી આવડતને બહાર લાવી શકે તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી. અમારી શાળાનો એ હેતુ છે કે બાળક એક માત્ર વિદ્યાર્થીઓ તરીકે જ નહી પરંતુ મેકર્સ તરીકે પણ પોતાનું કૌશલ્ય બતાવી શકે તેવું પ્લેટફોર્મ પુરૂ પાડવાનું છે. જેમાં બાળકો સાચી રીતે ખરા સાબિત થયા હતા.