gajeravidyabhavanguj
“મહિલા દિન”
ગજેરા વિદ્યાભવન કતારગામ અંતર્ગત 8 મી માર્ચ મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રાચીન સમયમાં જેમ ઉચ્ચસ્થાન હતું તેજ ભાવનાને સાકાર કરવા ગજેરા શાળા પરિવાર વતી ‘સ્ત્રી સન્માનના’ કાર્યક્રમની ખૂબ જ સુંદરને આયોજન બધ્ધ ઉજવણી કરવામાં આવી હતી.
‘यत्र नर्युस्तु पूज्यन्ते तत्र रमन्ते देवता :!’
જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે એ પ્રેરણાત્મક પંક્તિઓને ધ્યાનમાં લેતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમની શુભ શરૂઆત દિપપ્રગટ્યથી કરવામાં આવી હતી દેવી વંદના બાદ આ કાર્યક્રમના હેતુ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જન સંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક વિકાસમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજોમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. નીચા શિક્ષણદરને દૂર કરવા મહિલાઓમાં જાગૃતિ પણ ખૂબ જ આવી રહી છે. આજે વિજ્ઞાન ટેકનોલોજી, રમતક્ષેત્રે આજે ઉચ્ચસ્થાન સ્ત્રીઓ મેળવી ચુકી છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે ‘સ્ત્રી’ એવી સત્ય હકીકત બની રહી છે. તે રમત હોય છે. એવરેસ્ટ સર કરવાનો હોય એટલે સ્ત્રીને શક્તિસ્વરૂપા કહ્યું છે. આમ, રક્તમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાનો દિવસ એટલે women's day-2022 “મહિલા દિન”