top of page
  • Writer's picturegajeravidyabhavanguj

મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર - ‘સર્જક સાથે સંવાદ’



આજરોજ અમારી સંસ્થા શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન, કતારગામ, સુરત ખાતે ગુજરાતી ભાષાનાં પ્રખર વિધ્વાન, નિબંધકાર વિવેચક, આલોચક, દિગ્દર્શક શ્રી મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર મુખ્ય માનવતાં મહેમાન બન્યાં હતાં ત્યારે સર્જક સાથે સંવાદ-કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહેન્દ્રસિંહ પરમાર ધ્વારા ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ ધ્વારા ધોરણ-10 ગુજરાતી ભાષામાં આવતો નિબંધ ડાંગવનો અને... વિશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ-ગોષ્ઠી કરી હતી, ખરેખર સર્જક સાથે રૂબરૂ મળવાનો અને તેઓને સંભાળવાનો અનેરો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો હતો તથા ડાંગ વનો અને... નિબંધને શ્રી મહેન્દ્રસિંહએ ખૂબ જ ઉંડાણપૂર્વક અને હળવી શૈલીમાં ડાંગમાં ડાંગની ભાતીગળ સંસ્કૃતિ તથા નર્મદા તટે રહેલા ધાર્મિક સ્થળો વનસંપદા અને પ્રાચીન મહત્વ તથા પ્રકૃતિસોંદર્ય વર્ણન વગેરે બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાનો સંપૂર્ણ સહયોગ તથા શાળાનાં ડાયરેક્ટર શ્રી જયેશભાઈ પટેલ અને આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું તથા સુપરવાઈઝર શ્રીમતી ધરાબેનનો સહયોગ મળ્યો હતો અને આભારવિધિ શાળાનાં શિક્ષક ભરતભાઈ પરમારે કરી હતી.



52 views0 comments
bottom of page