top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“મનમાં સ્વતંત્રતા અને હૃદયમાં વિશ્વાસ,ચાલો પ્રજાસત્તાક દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.”

કુછ એસા નશા તિરંગે કી આન કા હે,

કુછ મીટ્ટી કી શાન કા હૈ |

દેશ ભરમેં લહેરા રહા હૈ તિરંગા,

એ નશા હિન્દુસ્તાન કા હૈ


૧૯૫૭ થી ૧૯૪૭ સુધી બ્રિટિશ શાસન હતું. બ્રિટિશ શાસન દરમિયાન આર્થિક, રાજકીય’ સામાજિક શોષણની અસર વધારે હતી. ભારતીય સ્વતંત્રતાની ચળવળ ધીમે-ધીમે વધારે જોર પકડી રહી હતી. આ ચળવળ પાકિસ્તાન ગણતંત્રની સાથે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત ગણતંત્રની રચનામાં સર્જાઈ. ભારતનું બંધારણ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ અપનાવવામાં આવ્યું. આમ ભારત એક સંયુક્ત રાષ્ટ્ર બન્યું.

ગણતંત્ર દિવસ એટલે પ્રજાસત્તાક દિવસ. આ દિવસે પ્રજાને સત્તા સોંપવામાં આવી હતી. ભારતના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સુનિશ્ચિત થાય છે. સ્વતંત્ર ભારત તરીકે આ દેશના તે થોડા લોકોનું સ્વપ્ન સાકાર થયું છે. કલ્યાણકારી રાજ્યમાં આદર્શ નાગરિકો બનાવવા એ શાસનની પણ જવાબદારી છે. આપણો દેશ આઝાદ થયો ત્યારે ૭૫ વર્ષ પહેલાં પબ્લિકને તો રજવાડાઓની જ આદત હતી. ગાંધીજીની ના મરજી છતા પ્રજાના સેવક કહેવાતા શાસકો ફરતે વીઆઈપી કલ્ચર હતું.

ભારતનો સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે, જેમાં ૩૯૫ અનુચ્છેદ અને ૧૨ અનુસૂચિયો છે. ભારતના લોકોએ ભારતને સંપૂર્ણ સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવા માટે બંધારણ અપનાવ્યું, અમલ કર્યું અને સમર્પણ કર્યુ.
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ૨૧ તોપોની સલામી સાથે ધ્વજારોહણ કરીને ભારતને પૂર્ણ ગણતંત્ર ઘોષિત કર્યું હતું. ત્યારબાદ દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નવી દિલ્હીમાં ગણતંત્રની ઉજવણી કરવામાં આવે છે અને સમગ્ર દિલ્હીને છાપણીમાં બદલી નાખવામાં આવે છે. દિલ્હી ઉપરાંત ભારતના દરેક રાજ્યોમાં રાજ્યના પાટનગરમાં રાજ્યપાલના વરદ હસ્તે ધ્વજવંદન યોજવામાં આવે છે. શહેરો અને ગામડાઓની જાહેર સંસ્થાઓમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે.

“ગજેરા વિદ્યાભવન”માં આ દિવસે તમામ ધોરણના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ, આચાર્ય અને ઉપાચાર્ય, તથા ટ્રસ્ટીશ્રીની હાજરીમાં ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે. તથા ટ્રસ્ટીશ્રી અને માનવંતા મહેમાનોના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવે છે. શોર્યગીતો નો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.રક્ત દાન એ મહાદાન છે, રક્તદાનની સૌથી મોટી સમાજ સેવા છે.આ વિચારોને પ્રાધાન્ય આપીને આપણી શાળા ગજેરા વિદ્યાભવનના ના આંગણે પ્રજાસત્તાક દિનના સોનેરી ઉત્સવની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . આ રક્તદાનમાં શાળા ટ્રસ્ટી શ્રી, આચાર્યશ્રી, સુપરવાઇઝર તથા શાળાના માનવંતા વાલીશ્રીઓએ પણ આ રક્તદાન કેમ્પમાં પોતાની હાજરી આપીને પોતાનું લોહી આપીને આ ભગીરથ સેવામાં સહકાર આપ્યો હતો. આ શિબિર દરમિયાન ૧૯૫ યુનિટ લોહી એકઠું કરવામાં આવ્યું હતું આ રક્ત નો ઉપયોગ જરૂરિયાત મંદો ને પહોંચાડવામાં આવે છે. આમ આપણા સૌના લોહીથી કોઈ વ્યક્તિની જિંદગી બચી શકે છે.

આપણે સૌ સાથે મળીને આજના આ સોનેરી પર્વના દિવસે એક પ્રતિજ્ઞા લઈએ આપણાથી શક્ય હોય તો રક્તદાન કરીએ, અને કોઈની જિંદગી બચાવીએ.

रक्त का दान आपके लिए,

कुछ मिनट का मतलब है,

लेकिन किसी और के लिए,

यह जीवनकाल है..


“ચારે તરફ આજે ખુશીઓનો માહોલ છે.

કોઈ એકલાનો નહીં દેશનો આ તહેવાર છે.

કારણ રાષ્ટ્રપ્રેમનો નશો સૌને આજ ચડ્યો છે.”

769 views0 comments
bottom of page