top of page
  • Writer's picturegajeravidyabhavanguj

મનમાં સ્વતંત્રતા અને હદયમાં વિશ્વાસ, ચાલો સ્વતંત્રતા દિન પર કરીએ રાષ્ટ્રને સલામ.


"ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ કે જેમણે,

આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી."

ઈષ્ટદેવની ભક્તિ થી જેટલી ઊર્જા મળે છે. તેવી જ ઉર્જા દેશભક્તિથી પણ મળે છે. દેશભક્ત દેશ માટે જીવન કુરબાન કરવા માટે એક ક્ષણ પણ નથી વિચારતો. એટલે સાચે જ દેશ ભક્તિમાં અપાર શક્તિ રહેલી છે.

ભારતનો ભૂતકાળ ખૂબ ભવ્ય અને મહાન છે. આપણા દેશમાં વેદો, ઉપનિષદો, ભગવદગીતા, ધર્મગ્રંથોની રચના થઈ. આજે દેશમાં વિવિધ ધર્મ પાળનારા, વિવિધ ભાષા બોલનારા અને વિવિધ રીતરિવાજો પાળનારા બધા હળી-મળીને એક થઈને રહે છે.

આજે આપણે આઝાદીનો જે સ્વાદ માણીએ છીએ, જે શાંતિ અને સુખ અનુભવી રહ્યા છીએ, તેના મૂળમાં અનેક શહીદોના પ્રાણ પુરાયેલા છે.

"લોહી રેડી તિરંગા ને બચાવે છે, ધન્ય છે હર એક શહીદને,

જે મારા ધબકારા માટે, પોતાના ધબકારા ગુમાવે છે"

અંગ્રેજોની જો હુકમી, જુલ્મ અને ગુલામીની વેદનાથી પીડીત પ્રજા પરેશાન હતી. અનેક નવલોહિયા અને દેશભક્તોએ તેમની સામે અવાજ ઉઠાવ્યા. ગામે-ગામ અને નગરે નગરે દેશભક્તિની જ્યોત જલાવી, દાંડીકૂચ, સ્વાતંત્ર્ય ચળવળ, કાળા કાયદાનો વિરોધ જેવા અનેક કાર્યક્રમો દરમ્યાન દેશવાસીઓને બદલામાં જેલ, સજા અને ફાંસી મળ્યા.

ગાંધીબાપુને અંગ્રેજોનું આ જુલ્મી શાસન મંજૂર ન હતું. ગાંધીજીએ હિંમતભેર આઝાદી મેળવવા માટે રણશિંગુ ફુક્યું. તેમણે સત્ય અને અહિંસાના માર્ગે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યા. ગાંધીજીના નેતૃત્વમાં લડત ચલાવી. આઝાદીના લડવૈયાઓએ અનેક યાતનાઓ વેઠી અનેક બલિદાનો આપ્યા. એમની આ શૌર્યગાથાને બિરદાવવા અને તેમનું

ઋણ ચૂકવવા માટે આજરોજ અમારા બાલભવનમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ ક્લાસમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહથી સ્વતંત્રતાના મહાપર્વની ઉજવણી કરી.“વિશાળ ગગને એ લહેરાતો અમારી જાન છે,

તારા રક્ષણ કાજે તો હજારો જીવ કુરબાન છે.”

બાળકોને રાષ્ટ્રધ્વજના રંગોની ઓળખ થાય એ માટે ધ્વજમાં કોલાઝ વર્ક અને ત્રણ રંગની પટ્ટી રાષ્ટ્રધ્વજ બનાવતા શીખવ્યું હતું. બાળકોએ પોતાની દેશભક્તિ દર્શાવતો ખૂબ જ સુંદર ડાન્સ રજૂ કર્યો. બાળકોએ ખૂબ જ સુંદર થેન્ક્યુ કાર્ડ બનાવી સમાજસેવકને શુભેચ્છા પાઠવી તેમનો આભાર વ્યક્ત

કર્યા. બાળકોને રાષ્ટ્રીય પ્રતીકો અને રાષ્ટ્રીય નેતાઓની ઓળખ શિક્ષકો દ્વારા ચાર્ટ બતાવીને આપવામાં આવી. બાળકોએ ભારતની વિવિધતામાં એકતા દર્શાવવા માટે ખૂબ જ સુંદર નાટક કૃતિ રજૂ કરી હતી તેમજ સ્વતંત્રતા દિવસ અંતર્ગત Tomorrows’ Leader ના વિષય પર સ્પર્ધા

રાખવામાં આવી હતી. જેમાં ઘણાં બધા બાળકોએ ભાગ લીધો હતો.

આઝાદીની આ લડતમાં પોતાના જાનને ન્યોછાવર કરી આપણને અમૂલ્ય આઝાદી આપનાર દરેક

મહાન વ્યક્તિઓને કોટી કોટી વંદન...


“રંગ, રૂપ, વેશ, ભાષા અનેક છે,

છતાં બધા ભારતીય એક છે.”

200 views0 comments
bottom of page