gajeravidyabhavanguj
મધર નેચર થીમ પર મેકર્સ-ડે ની ઉજવણી

આજરોજ ગજેરા વિદ્યાભવન ખાતે ધો- 8 થી 12 નાં ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓ ધ્વારા જુદી-જુદી સ્પર્ધાઓ આધારિત મેકર્સ-ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ “મધર નેચર” થિમ પર ઈનોવેશન અંતર્ગત વિજ્ઞાનને લગતાં વિવિધ પ્રોજેક્ટો તથા મોબાઈલ એપ અને ગેમીફીકેશન ધ્વારા વિવિધ ગેમ બનાવી હતી. ક્રિએટીવીટી અંતર્ગત વિદ્યાર્થીઓએ ડાન્સ પર્ફોમન્સ તથા મ્યુઝીક બેન્ડ નેચર આધારિત બનાવી રજૂ કર્યું હતું તથા આર્ટ અને ક્રાફ્ટની અવનવી વસ્તુઓ બનાવી હતી. સોશિયલ અંતર્ગત ક્વીઝ સ્પર્ધા જેમાં એક વિદ્યાર્થી અને તેમનાં પેરેન્ટ્સની સાથે ક્વીઝ રમાય અને કોવિડ-19 માં જે કોરોના વોરીયેર બેસ્ટ કામગીરી કરી હતી તેમનું પણ આપણી શાળાનાં વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યુ લીધા હતા તથા તેમની કામગીરીને બિરદાવી હતી. સિનર્જી અંતર્ગત બાળકોમાં પહેલેથી જ બિઝનેશનાં આઈડીયા તથા પ્લાનીંગ કરી શકે તે હેતુથી વિદ્યાર્થીઓએ જાતે જ ડેકોરેટ કરી જુદી-જુદી વસ્તુઓનું વેચાણ હતું આમ, વિવિધ સ્પર્ધાઓમાં શાળાનાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓ જોડાયા હતાં.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વી.ટી.ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશનનાં આચાર્યશ્રી ડૉ. નલીન પટેલ અને આરોગ્ય અધિકારીશ્રી કતારગામ ઝોન શ્રી પરીખ સાહેબ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રગટ્ય ધ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ તજજ્ઞો ધ્વારા આ તમામ સ્પર્ધાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમ આપણી શાળામાં દર વર્ષે વિવિધ થીમ પર યોજવામાં આવે છે અને વિદ્યાર્થીઓની અંદર રહેલી આવડતને બહાર લાવવાનો પ્રયત્ન ગજેરા વિદ્યાભવન તથા ગજેરા ટ્રસ્ટ ધ્વારા થઇ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પર્ફોમન્સ બતાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમને સતત માર્ગદર્શન આપનાર અમારી શાળાનાં ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને કિંજલબેન ગજેરાનો ખૂબ ખૂબ આભાર કે જેઓના માર્ગદર્શનહેઠળ આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક યોજાયો હતો.