top of page
  • Writer's picturegajeravidyabhavanguj

મતદાન પવિત્ર ફરજ


ભારતદેશ લોકશાહી શાસન પ્રણાલી ધરાવતો દેશ છે. ભારતના બંધારણમાં દેશના તમામ નાગરિકોના મૂળભૂત અધિકારો, હકો અને ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ફરજોનું પાલન કરવું એક આદર્શ નાગરિકની પ્રથમ ફરજ છે. તેમાં મતદાન આપણી પવિત્ર ફરજ છે. લોકશાહીમાં કેવી રીતે ચૂંટણી થાય અને કઈ કઈ પ્રક્રિયા કરવાની હોય તેનાથી બાળકોને અવગત કરાવવા ગજેરા વિદ્યાભવન પ્રાથમિક શાળામાં ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમા ઉમેદવારી પત્રકો ભરાયા હતા મતદાનનું મહત્વ સમજાવવા ચૂંટણી કરાઇ હતી. જેમાં જાહેરનામું બહાર પાડ્યું, પ્રચાર કરવો, મતદાન કરવું મત ગણતરી કરવી વગેરે કાર્યક્રમો કરાયા હતા. નક્કી કરેલ સમયમર્યાદામાં તમામ પોતાનો પ્રચાર કર્યો હતો રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં વિજેતા ઘોષિત કરાયા હતા. અભિનંદન અપાયા ત્યારબાદ સરઘસ કાઢ્યું હતું અને દેશને વફાદાર રહેવાના શપથ લીધા હતા.

દરેક નાગરિકે મતદાન અવશ્ય કરવું. મતદાન અવશ્ય કરતા હોય ત્યાં લોકશાહી વ્યવસ્થા તંત્ર મજબુત બને છે. જાગૃતિ સાથે પવિત્ર ફરજ સમજી મતદાન કરવું એ લોકશાહીમાં આદર્શ નાગરિકનું કર્તવ્ય છે. આમ આબેહુબ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દ્વારા ગજેરા શાળામાં ચૂંટણી યોજી બાળકોને તમામ સ્તરથી વાકેફ કરાયા હતા. જેમાં મતદાન કુટીર બનાવી તેમાં મતદાન કર્યું હતું. ત્યારબાદ તમામ મતોની વિધિવત ગણતરી કરાઈ હતી. ચૂંટણી પ્રચાર અને વિજેતાઓનું બહુમાન કરાયું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની ભૂમિકા અતિ મહત્વની છે. અબ્રાહમ લિંકનના મતે “લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર એટલે લોકશાહી.”

પરંતુ મતદાનનો મહિમા નહિ સમજનારા નાગરિકો મતાધિકાર મતનો ઉપયોગ કરતા નથી. જેથી લોકશાહી નબળી પડે છે. જ્યાં મતદાર જાગૃત હોય નિર્ભયપણે મતદાન કરે ત્યાં લોકશાહી પણ મજબૂત હોય તેથી મતદારને તેના મતદાનની મહામુણી ફરજ બજાવવા જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા અને લોકશાહીને વધુ મજબૂત બનાવતા વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

1,561 views0 comments

Recent Posts

See All
bottom of page