gajeravidyabhavanguj
ભાષાશુદ્ધિ નું પ્રથમ સોપાન
बदलता जीवन
उलजते समीकरण........!
चलो फिर से लिखते है
भाषा का व्याकरण |
મનુષ્ય મૌખિક અને લેખિત ભાષામાં પોતાના વિચાર રજુ કરે છે. પરંતુ ભાષાના શુદ્ધ અને સ્થાયી સ્વરૂપને નિશ્ચિત કરવા માટે નિયમબદ્ધ યોજનાની આવશ્યકતા છે. આ નિયમબદ્ધ યોજના ત્યારે જ શક્ય બને જ્યારે વ્યાકરણ નું મહત્વ સમજાય.વ્યાકરણ એક એવું શાસ્ત્ર છે, જેના દ્વારા કોઈપણ ભાષાના શબ્દો અને વાક્યોને શુદ્ધ સ્વરૂપે રજૂ કરવામાં આવે. કોઈપણ મનુષ્ય શુદ્ધભાષા નું પૂર્ણ જ્ઞાન વ્યાકરણ વિના પ્રાપ્ત કરી શકે નહીં.
બાળકના જન્મની ભાષા માતૃભાષા છે. બાળક કુટુંબના સભ્યો દ્વારા ભાષા શીખે છે. પરંતુ નિયમબદ્ધ અને શુદ્ધ ભાષા બાળકને શાળાકીય સંસ્થા દ્વારા શીખવા મળે છે. શાળા જ એવું માધ્યમ છે. જ્યાં વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી, અને હિન્દી ભાષા સ્પષ્ટ રીતે લખી અને બોલી શકે. જેથી શાળામાં વ્યાકરણ નું મહત્વ સમજાવવામાં આવે છે. ભાષા વ્યાકરણનું જ્ઞાન વર્ણ, શબ્દ અને વાક્યો દ્વારા નિશ્ચિત બને છે. કોઈપણ સંપૂર્ણ વાક્ય જુદા જુદા પદ દ્વારા બનેલું હોય છે. જેમકે સંજ્ઞા, વિશેષણ, સર્વનામ વગેરે.

વિદ્યાર્થીઓમાં ભાષા શુદ્ધતાનો વિકાસ થાય તે હેતુ થી ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-૪ ના હિન્દી વિષયમાં પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યો હતું. જેમાં ચિત્ર-વાક્ય દ્વારા વિદ્યાર્થીઓ એ પ્રત્યક્ષ રીતે સર્વનામની સમજ મેળવી હતી. આ પ્રવૃતિમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓમાં ભાષાની શુદ્ધતાનો વિકાસ અને વ્યાકરણ વિષયક સમજ પ્રાપ્ત થાય એ આ પ્રવૃત્તિનું મુખ્ય હેતુ છે.
पल में “है “ को “था” में बदल देता है
जिन्दगी जीवन व्याकरण कुछ यूँ सबको समजा देता है |