gajeravidyabhavanguj
“ભૂલકાઓનો શાળા રૂપી બગીચામાં આગમન”
‘બન ઠનકે નીકલે હમ ,
સુરજ સા ચમકે હમ, સ્કુલ ચલે હમ’
નાના ભૂલકાઓ પ્રિ-પ્રાઇમરી શિક્ષણ પૂર્ણ કરી પ્રાઇમરી નાં પ્રથમ સોપાન પર પહોંચવા કટિબદ્ધ હોય તેમ, જ્યારે આજે શાળામાં પ્રવેશ કરતા હતા ત્યારે તેઓના હસતા ચહેરા ફૂલડાઓની યાદ અપાવતા હતા. બાળકોનું સ્વાગત શિક્ષકોએ કુમકુમ તિલક અને ઢોલ-નગારા સાથે ભાવભર્યું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓ પણ શાળામાં આવવા માટે ખૂબ જ ઉત્સાહી હતા. શાળા એ બાળકના સર્વાંગી વિકાસનું ઉત્તમ સ્થાન છે. શાળામાં અભ્યાસની સાથે સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવામાં આવે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સારું એવું ઘડતર કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં વિદ્યાર્થી પોતાના સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે.
તારીખ 1/06/2022ને બુધવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવ માટે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસમાં રસ પડે તે માટે શિક્ષકો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેઓને માર્ગદર્શન પૂરું પાડે છે. આ હેતુસર બાળકોને વિવિધ આકારો ના ચિત્રો દ્વારા અંગૂઠાછાપ કરવામાં આવી હતી, જેમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે વિવિધ સાધનો દ્વારા રમત રમાડવામાં આવી હતી, જેમાં આચાર્યશ્રી અને ઉપચાર્યાશ્રી નો ખૂબ જ સારો એવો સહકાર મળ્યો હતો. દરેક વિદ્યાર્થીને સ્વાગત સ્વરૂપે પેન્સિલ આપવામાં આવી હતી.