top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ભૂલકાઓનું શાળા મંદિરમાં આગમન.

શિક્ષણનો અમીઘૂંટડો એટલે શાળા પ્રવેશોત્સવ. પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ.

બાળકો જ્યારે પહેલીવાર શાળાએ આવે છે ત્યારે એ માનસિક રીતે તૈયાર હોતું નથી એના મનમાં ઘણા સવાલ હોય .છે મારી શાળા કેવી હશે? શિક્ષક કોણ હશે?



શાળાના પ્રથમ દિવસને યાદગાર બનાવવા માટે વિવિધ એક્ટિવિટી, રમત-ગમત કરાવવામાં આવે છે. તેથી ગજેરા વિદ્યાભવનમાં તારીખ ૦૧/૦૬/૨૦૨૩ને ગુરૂવારના રોજ ધોરણ-૧ના બાળકો માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને કંકુ-ચોખાથી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ બગીચામાં વિવિધ રમત રમી આનંદ માણ્યો હતો. દરેક બાળકોને શાળા દ્વારા પેન્સિલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.



બાળકોની નાની નાની પા-પા પગલી ભરતા મીઠા- માસૂમ કલરવથી શાળા ગુંજી ઉઠી હતી. બાળકોના જીવનમાં શિક્ષણનું પ્રથમ સોપાન કંડારવા માટે અમારી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોને હૂંફથી અમે બાળકોને વધાવ્યા હતા.

શિક્ષણના રંગે રંગાવીને શિક્ષણના ભગીરથ કાર્યમાં જોડી દઈ એક નૂતન પેઢી ઘડવાનું કામ ગજેરા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.



I’ve always loved

The first day of school

Better then the last day of school

First are best because

They are beginning…..


245 views0 comments
bottom of page