gajeravidyabhavanguj
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ
15 મી ઓગસ્ટ 2021 એ આપણા દેશનો રાષ્ટ્રીય તહેવાર એટલે કે ૭૫ મો સ્વાતંત્ર્ય દિન છે.જે આપણી આઝાદીનો વિશેષ પર્વ છે. તેની ઉજવણી આપણા આખા દેશમાં ધામધૂમથી કરવામાં આવે છે. તેના અનુસંધાનમાં આપણી શાળામાં પણ આ મહાન પર્વની ઉજવણી થઇ રહી છે. તે નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં નાના નાના ભૂલકાઓને દેશ પ્રેમની લાગણી ના બીજ રોપાય તે માટે Freedom Fighters Speech નું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યેની ફરજો અને શહીદ વીરોથી માહીતગાર થાય. તથા તેમના બલિદાન વિશેની જાણકારી મેળવે તેવો હતો. તેમાં ધોરણ-3 અને ધોરણ-4 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના પસંદગીના દેશભક્તોના પાત્રોને આધારે વક્તવ્યની રજૂઆત કરી હતી.

આપણા દેશના બલિદાન માટે રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ગાંધીજી, પંડિત જવાહરલાલ નેહરુ, મંગલ પાંડે, સુભાષચંદ્ર બોઝ, બેગમ હઝરત મહલ, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સરોજિની નાયડુ, મેડમ ભિખાઈજી કામા, વગેરે દેશને આઝાદ કરવા ઉત્સાહપૂર્વક ઝઝૂમ્યા હતા તે અકલ્પનીય છે.દેશને આઝાદ કરવા આ બધા જ મહાન વીરો નું યોગદાન છે. 15 મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ બ્રિટિશ શાસનના ૨૦૦ વર્ષોના રાજ્ય પછી આઝાદ થયો હતો. આ દિવસ આપણા ફ્રીડમ ફાઈટર્સના ત્યાગ અને તપસ્યાની યાદ અપાવે છે. આપણા દેશના આ તમામ ક્રાંતિકારીઓએ દેશને આઝાદી અપાવવા માટે અનેક યાતનાઓ વેઠીને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કર્યો હતો.
આમ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની લાગણી અને ભાવના વિકસાવવા માટે આ પાત્રો પ્રેરણાદાયી બની રહેશે. આ વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓ જાહેરમાં સારું એવું પોતાના વક્તવ્ય રજૂ કરી શકે. જેથી કરીને બાળકોમાં રહેલ સ્ટેજ ફિયર દૂર થાય તથા દેશના ઇતિહાસથી માહિતગાર થાય.
આ સ્પર્ધાથી વિદ્યાર્થીઓમાં સ્વદેશ પ્રેમની ભાવના વિકસે છે. આપણો દેશ ત્યાગ અને બલિદાનોથી ભરેલો છે. વિદ્યાર્થીઓએ આ દેશ ભક્તો ના પાત્રો રજૂ કરી હૃદય સ્પર્શી જાય તેવી સ્પિચ આપી આપણી આઝાદીની યાદ તાજી કરાવી છે. આ તમામ વિદ્યાર્થીઓને ગજેરા પરિવાર શુભેચ્છા સાથે અભિનંદન પાઠવે છે. આમ આપણા આ તમામ ક્રાંતિકારી વીરો ને સત સત પ્રણામ.