gajeravidyabhavanguj
"ભય પર આત્માનો વિજય સાચી વીરતા. "

જેવી રીતે એક પિતા તેનો પુત્ર ચાલતો થઈ શકે તે માટે તે જે પગલાં ભરવામાં પ્રોત્સાહન આપે છે અને બાળકમાં રહેલ ભય દૂર કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે એક શિક્ષક પણ વિદ્યાર્થી માં રહેલ ભયને દૂર કરવામાં મદદ કરે છે. અને તેને પ્રોત્સાહિત કરીને સફળતાના શિખરે પહોંચાડે છે.
દા.ત. - બાળક જ્યારે નાનું હોય ત્યારે તેના માતા-પિતા તે સુતું ન હોય કે શું તોફાન કરતું હોય ત્યારે તેને એમ કહીને ડરાવે છે કે જો તું સૂઇ નહીં જાય તો બાવો આવશે અને તને લઈ જશે વગેરે ડર બતાવતા હોય છે.
એવી જ રીતે હાલની આ વિકટ કોરોના જેવી પરિસ્થિતિમાં પણ માનવી સાચી પરિસ્થિતિનો સિતાર મેળવવાને બદલે જે ખોટી અફવાઓ હોય છે તેવા સમાચાર પર વિશ્વાસ કરી લે છે અને મૂંઝવણમાં મુકાતો હોય છે.

પરંતુ કહેવાય છે કે દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ નકારાત્મક બાબતની પણ હકારાત્મક બાબત હોય છે અને તેનો ખ્યાલ મેળવવો જોઈએ.
એવી જ રીતે બાળકોમાં પણ સૌથી સામાન્ય દરે અંધારાનો ડર હોય છે. ત્રણ થી ચાર વર્ષની ઉંમરે બાળક ને અંધકાર અનિશ્ચિતતા એકલતાનો ભય રહેલો હોય છે . પરંતુ બાળકને આ તમામ ડર શા કારણ થી થાય છે? તેની કલ્પના વિકાસ અને કલ્પના કરવાની ક્ષમતાને કારણે છે. માતા-પિતાએ બાળકની આ સમસ્યાને હલ કરવામાં મદદ કરવી જોઈએ.

બાળકના ભયને વાલીએ અવાર-નવાર તેને તેનો ભય છે એ વિશે પૂછવું જોઈએ તેનું કારણ જાણવું જોઈએ અને તે ભય પર કેવી રીતે કાબૂ મેળવી શકાય તે વિષે સમજ આપવી જોઈએ.
ભયને દૂર કરવા માટે બાળકને કોઈ આત્મકથા પ્રાણીકથાઓ પંચતંત્ર ની બોધ કથાઓ વગેરે દ્વારા પ્રોત્સાહિત કરી ભય મુક્ત કરવા જોઈએ.
"એકવાર નિર્ભય બની ગયા પછી જીવનમાં અનેક ગુણો આપોઆપ જન્મ લેતા હોય છે."