gajeravidyabhavanguj
બાળ સંસદ

સંસદ એટલે દેશના પ્રશ્નોનું નિરાકરણ અને દેશના વિકાસ માટે અગત્યના નિર્ણયો લેવા માટેનું સ્થળ. તેમાં પ્રજા દ્વારા ચૂંટાયેલ સાંસદો ભેગા મળી દેશ ચલાવે છે. સંસદમાં જાતિ, ધર્મને ધ્યાનમાં રાખ્યા વગર નાગરિકો માટે કાયદા ઘડવામાં આવે છે.
આમ, સંસદ એટલે લોકશાહીનું ચિલ્ડ્રન પાર્લામેન્ટ નું આયોજન કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ સંસદ ભવન વિશે માહિતગાર થાય. આપણા વિદ્યાર્થીઓ સંસદના માળખાથી, તેની કામગીરીથી માહિતગાર થાય, અને રાજનીતિની જાણકારી મેળવે. ગજેરા વિદ્યાભવન કતારગામ પ્રાથમિક વિભાગમાં યોજાનાર ચિલ્ડ્રન પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જુદા જુદા સાંસદોએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી તેના જવાબમાં તે ખાતાના મિનિસ્ટ્રી (મંત્રીઓ) ઉકેલો, યોજનાઓ રજૂ કર્યા હતા.
આપણી શાળામાં બાળ સંસદનું આયોજન થયું. જેનો મુખ્ય વિષય હતો. ઇન્ટરનેટ અને મોંઘવારી ના સંદર્ભમાં સંસદમાં પ્રશ્નો પૂછવા તે સાંસદોનો અધિકાર છે, તેમ વિદ્યાર્થીઓમાં પણ પ્રશ્નોત્તરી દ્વારા જ્ઞાન વિકસે છે. વિદ્યાર્થીઓમાં વિશિષ્ટ કૌશલ્યનો વિકાસ થાય છે, આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિરોધપક્ષના વિદ્યાર્થીઓ અને શાસકપક્ષના વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય પ્રશ્નોત્તરી કરવામાં આવી. જેમાં શાળાના શિક્ષકગણ ,આચાર્યાશ્રી, ઉપચાર્યાશ્રી, નું ઘણું માર્ગદર્શન હતું. ત્યારબાદ નિર્ણાયકશ્રી દ્વારા સ્ધર્પકો ને પ્રથમ-દ્રિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા.
આમ, સંસદનો કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ અને સફળ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ ખુબ સરસ યોગદાન આપ્યું, ખરેખર આવા કાર્યક્રમો દ્વારા સાચા અર્થમાં વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે.