gajeravidyabhavanguj
બાળ કેળવણીમાં સમયનું મહત્વ
'કલ કરે સો આજ કર, આજ કરે સો અબ...'

સમય એટલે સંસ્કૃતમાં મૂળ ‘સમ’ પરથી આવેલો શબ્દ છે. સમ એટલે એકધારૂ, સમાન, નિત્ય.
સમય અને જીવન બંને અમુલ્ય છે. સમય એ માનવ જીવનને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ છે.
“સમયનો યોગ્ય ઉપયોગ એ સફળતાની ચાવી છે, સંસ્કારનું પ્રતિક છે અને પ્રગતિનું લક્ષણ છે.”
કહેવાય છે કે ગુમાવેલી સંપતિ કે લક્ષ્મી પ્રયત્ન કરી પાછા વાળી શકાય છે. પણ ગુમાવેલો સમય પાછો મેળવી શકાતો નથી.
'સમય એક શ્રેષ્ઠ શિક્ષક છે, જે સમય શીખવી શકે એ કોઈ ના શીખવી શકે.'
અમૃતા પ્રીતમએ સમય વિષે કહ્યું છે કે ‘સમય પર તે જ સવારી કરી શકે છે જે સમયની લગામ પકડી રાખે છે.’
સમય એ કોઈના માટે રોકાતો નથી સમય એ સૌને માટે સમાન તક લઈને આવે છે અને જે તેનો યોગ્ય ઉપયોગ કરે તે એનો ફાયદો મેળવે છે.

બાળ કેળવણીમાં પણ સમયનું આગવું મહત્વ છે. માતા-પિતાએ નાનપણ થી જ બાળકને સમયનું મહત્વ સમજાવી નૈતિક મૂલ્યોનું સિંચન કરવું જોઈએ. બાળકનો ઉઠવાનો, ખાવા-પીવાનો, રમવાનો અને ગૃહકાર્ય કરવાનો સમય અગાઉથી જ નિર્ધારિત કરી રાખવો જોઈએ. જેથી બાળક દરેક કાર્ય પોતાના નિયત સમયમાં પૂર્ણ કરતા શીખી શકે.
માતા –પિતા આળસ ન કરી સમય નો સદુપયોગ કરીને સફળતાના સોપાન સિદ્ધ કરે ત્યારે બાળક પણ સમય મેનેજમેન્ટના પ્રત્યક્ષ પાઠ તેમની પાસેથી શીખે છે.
આમ, જે સમયનું મુલ્ય સમજે તેને સમય પોતે જ મુલ્યવાન બનાવે છે. જે સમયને માન આપે છે. તેને સમય પણ માન આપે છે.