gajeravidyabhavanguj
બાળવાર્તા: બાળક સાથેનો સંવેદનશીલ સંબંધ
Updated: Jul 29, 2022
“Every child is a Different kind of flower
And all together make this world a beautiful garden”

ખરેખર આજના યુગમાં દરેક બાળક એ ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. આજનો દરેક બાળક ખાસ હોય છે. ઈશ્વરે તેમને અદ્ભુત આવડત બક્ષી છે, અને આવડતના લીધે જ બાળકો હંમેશા બધાના પ્રિય હોય છે.
ખરેખર ઇશ્વરે બાળકને ઘણાજ વિશિષ્ઠગુણો આશીર્વાદ સ્વરૂપે આપ્યા છે. જેમ કે તેમની મીઠી મુસ્કાન, તેની માસૂમિયત અને ખાસ કરીને તેમની કાલીઘેલી બોલી.
અરે! પ્રાચીન સમયથી જ બાળકોની મીઠી બોલી, તેમની કાલીઘેલી ભાષાએ બધાના મન મોહી લીધા છે, અને ખરેખર વર્ષોથી દરેક શાળામાં યોજાતી બાળ-વાર્તા સ્પર્ધા એ બાબતનું એક જીવંત ઉદાહરણ છે. બસ આ જ સુંદર વિચાર સાથે ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ધોરણ -૧ અને ધોરણ-૨ માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માટે સુંદર મજાની બાળ-વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભૂલકાઓ એ તેમની મીઠી મધુરી ભાષામાં પ્રકૃતિને અનુરૂપ વાર્તા મુજબ સુંદર વેશભૂષા સાથે પોતાની વાર્તાની અતિસુંદર રજૂઆત કરી બધાના દિલ જીતી લીધા હતા.

ખરેખર આ સમયનો ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ ખૂબ જ આનંદ માણ્યો હતો. આમ આ સ્પર્ધાના નિર્ણાયક દ્વારા આ નાના બાળ સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપી આ સંપૂર્ણ વાતાવરણને તાળીઓના અવાજથી ખુશનુમાં બનાવી દીધું હતું.
ખરેખર! આજનો આ કાર્યક્રમ જોઈ ને એટલું તો સમજાયું હતું કે વાર્તા એ સદીઓથી ચાલતી આવતી પરંપરા છે, ખરેખર તો વાર્તાએ ભારતીય સંસ્કૃતિની નો છુપો ખજાનો છે, અને એટલે પહેલાના સમયમાં દાદા-દાદી કે નાના-નાની દ્વારા બાળકોને સુતા પહેલા વાર્તા કહેવામાં આવતી હશે. તેથી જ કોઈકે યોગ્ય કહ્યું છે કે.....
“ You are never going to kill story telling because
It’s built in the human plan. We come with