top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળજીવનનું અભિન્ન અંગ- વાર્તા


હું છું વાર્તા કહેનારો....

જગત વિશેનું જ્ઞાન અને અનુભવો બાળક જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવે છે. પ્રાપ્ત કરેલા અનુભવોને વ્યક્ત કરવા માટે ભાષાની જરૂર પડે છે. ભાવ પ્રગટ કરવાનું માધ્યમ પણ ભાષા જ છે. આનંદ, દુઃખ, ક્રોધ, યાચના વગેરે જેવા ભાવો પ્રગટ કરતી વખતે માણસનો અવાજ અને ભાષા જુદા-જુદા હોય છે.

ભાષા એ સંસ્કારો અને સંસ્કૃતિની જનની છે અને વાર્તા એ ભાષા આપવાનું સરળ માધ્યમ છે. બાળકને વાર્તા કહેવી જરૂરી છે. વાર્તા દ્વારા બાળકની સ્મરણશક્તિ વિકસે, વાર્તામાં નવા-નવા શબ્દો આવતા હોવાથી બાળકનો શબ્દભંડોળ સરળતાથી વધી શકે અને જ્ઞાનનો પણ પુરતો વિકાસ થાય છે.


નાના બાળકના મન-હૃદય કોરી પાટી જેવા હોય છે. પાટીમાં જેવું લખીએ એવા અક્ષર પડે. બાળકને જેવું સંભળાવીએ એવું એનું ભવિષ્યનું જીવન ઘડાય.

વાર્તા અને બાળકો બંને વચ્ચે એક અનોખો સબંધ હોય છે. વાર્તા એ એક એવી દુનિયા છે. જ્યાં ઘણાં સંજોગોનો સમન્વય આપોઆપ જ થઈ જાય છે. એ પછી શિખામણ હોય કે બોધપાઠ.

વાર્તા, એક એવી સાંકળ છે. જે સબંધોને તો બાંધે જ છે. પણ જ્ઞાનમાં પણ વધારો કરે છે. વાર્તા સાંભળવાની ટેવમાંથી જ વાંચનની આદત પડે છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી બાળકોનું મન પણ એકાગ્ર થાય છે. જે તમને સમય જતાં ભણતરમાં મદદરૂપ થાય છે. બાળકો અને માતા-પિતા વચ્ચે આ જ વાર્તાઓ કમ્યુનિકેશનનું માધ્યમ બને છે.

બાળક પોતાની જાતે જ સારગ્રાહી છે. સારું અથવા ખરાબ ગ્રહણ કરવાની શક્તિ, સ્મરણશક્તિ અને શ્રવણ શક્તિ વધુ સતેજ બને છે. બાળકમાં કલ્પનાશક્તિનો વિકાસ થાય છે. વાર્તામાં આવતી સમસ્યાઓ માંથી જ એને જીવનની સમસ્યાઓનો ઉકેલ મેળવે છે.

વાર્તા રે વાર્તા...ભાભા ઢોર ચારતા....

અમારા બાલભવનમાં બાળકો માટે વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણાં બાળકોએ ભાગ લીધો હતો અને ખુબ જ સુંદર રીતે વિવિધ પ્રોપ્સનો ઉપયોગ કરી અભિનય સાથે પોતાની વાર્તા રજુ કરી હતી. પ્રસ્તુત છે તેની ઝાંખી...



226 views0 comments
bottom of page