top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળક, શિક્ષક અને વાલીનો ત્રિવેણી સંગમ - વાલીમીટીંગ


માતા-પિતા દ્વારા બાલ્યવસ્થામાં જ આપવામાં આવેલ સંસ્કારરૂપી શિક્ષણનો પડઘો બાળકની શિક્ષણવ્યવસ્થામાં પણ પ્રતિબિંબિત થતો હોય છે.

"જે રીતે સારી ભૂમિ વિના બીજ ઉછરી શકે નહિ, તે જ રીતે સ્વસ્થ અને સક્ષમ માનસિકતા વિના શિક્ષણ મહોરી શકે નહી."

આપણે ત્યાં શિક્ષણના મુલ્ય સ્ત્રોત તરીકે શાળાને સ્વીકારવામાં આવે છે. બાળક શાળાએ જવાનું શરુ કરે એ પછી જ તેના પધ્ધતિસરના શિક્ષણની શરૂઆત થાય છે. બાળકના શૈક્ષણિક વિકાસનું શાળા અભિન્ન અંગ છે. પોતાના બાળકને શૈક્ષણિક સફળતા અપાવવા માતા-પિતા ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ શાળા અને શિક્ષકોનો સહકાર જો યોગ્ય રીતે સાધવામાં ન આવે તો યોગ્ય પરિણામ મળતું નથી. માતા-પિતાએ બાળક જે શૈક્ષણિક વાતાવરણમાં ભણે છે તેની સમયાંતરે શિક્ષકો સાથે મુલાકાત લઈ બાળકના વિકાસ અંગે ચર્ચા કરવી જોઈએ.

બાળકના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષક વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે તેથી જ અમારી શાળામાં માસવાર વાલીમીટીંગનું આયોજન કરવામાં આવે છે. તેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બાળકના અભ્યાસને લગતી માહિતીની સાથે વાર્ષિક મૂલ્યાંકન ને લગતી ચર્ચા વાલીશ્રી સાથે કરવામાં આવી અને ફેબ્રુઆરી-માર્ચ માસના વાલી પ્રોજેક્ટ સૌર્યમંડળ અને ક્રિએટીવ ટીચિંગ એડનું પ્રત્યક્ષ પ્રદર્શન કર્યુ હતું.


375 views0 comments
bottom of page