gajeravidyabhavanguj
બાળકેળવણીમાં ભાષાનું મહત્વ
"ભાષા જીવનનું અમૃત છે, જીવનનો ધબકાર છે"

ભાષા એ અભિવ્યક્તિનું સૌથી વિશ્વાસનીય માધ્યમ છે. ભાષા જ આપણા સમાજના નિર્માણ વિકાસ અસ્મિતા સામજિક અને સાંસ્કૃતિક ઓળખનું મહત્વપૂર્ણ સાધન છે.
ભાષાએ માનવવિકાસનો આધાર છે. વિશ્વના અન્ય પ્રાણીઓની પણ તેમની પોતાની ભાષા છે. પરંતુ ભાષા દ્વારા પોતાના વિચારો રજૂ કરવાની શક્તિ મનુષ્ય પાસે જ છે.

બાળક જન્મે ત્યારે એની આસપાસના વાતાવરણમાં અનેક પ્રકારના અવાજો થતા હોય છે. બાળક એ અવાજ સંભાળીને એ તરફ આકર્ષાય છે અને તે અવાજનું અનુકરણ કરતા શીખે છે.
જીવન વિશેનું જ્ઞાન અને અનુભવો બાળક જ્ઞાનેન્દ્રિયો ધ્વારા મેળવે છે. પ્રાપ્ત કરેલા અનુભવોને વ્યક્ત કરવા માટે ભાષાની જરૂર પડે છે. હાવભાવ વ્યક્ત કરવાનું માધ્યમ પણ ભાષા જ છે. નવા જન્મેલા બાળકોને ભાષાનો વારસો જન્મથી જ નથી મળતો જન્મ્યા પછી એ ભાષા શીખવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવી પડે છે.
'ભાષા એ વિકાસની સારથી છે'
ઈન્દ્રિયગમ્ય અનુભવો વ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થાય છે. બાલમંદિરમાં વપરાતા સાધનો (ઈન્દ્રિય શિક્ષણ) ઉપર જુદા જુદા પરિમાણો દર્શાવતી અને અન્ય ઈન્દ્રિયગમ્ય અનુભવો વ્યક્ત કરતી ભાષા કરતી ભાષા શીખવાય છે. “ જાડુ-પાતળું, લીસું-ખરબચડું, ગરમ-ઠંડું તથા જુદા જુદા રંગો અને જુદા-જુદા સ્વાદોનો

પરિચય બાળક પ્રત્યક્ષ રીતે અનુભવીને શીખે છે. ઉપરાંત મૌખિક ભાષા વિકાસ માટે ગીત-સંગીત,ઉપરાંત મૌખિક ભાષા વિકાસ માટે ગીત-સંગીત વાર્તા વગેરે પ્રવૃતિઓ પણ શીખવવામાં આવે છે. બાળકોને ત્રિપદ પદ્ધતિ ધ્વારા ભાષા શીખવવામાં આવે તો બાળક ઝડપથી ભાષાનો ઉચ્ચાર કરતા શીખે છે.
મોન્ટેસોરી સાધનોની મદદથી બાળકો ઝડપથી ભાષા શીખે છે. આ મૂળભૂત આધારસ્તંભ પર બાળકની ભાષા સમૃદ્ધ થાય છે.

૧. શબ્દભંડોળ સમૃદ્ધ કરવો.
૨. મૂળાક્ષર શિક્ષણ.
૩. વાંચન.
૪. લેખન.
૫. વ્યાકરણ પ્રવેશ.
ઉપરોક્ત ભાષાકીય બાબતનું શિક્ષણ માટે વિવિધ પ્રકારના સાધનો બાલમંદિરમાં વાપરવા પાછળનું મુખ્ય ઉદેશ એ છે કે બાળક રમતા રમતા જ સાધનો દ્વારા સ્વયં શિક્ષણ લઈને પોતાની ભાષા ભંડોળ વધારી શકે.