top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળકેળવણીમાં ઈન્દ્રિયશિક્ષણનું મહત્વ

“ઈન્દ્રિયો રૂપી જ્ઞાન દ્વારા સુક્ષ્મરૂપી જગતને માણીએ.”

ઈન્દ્રિય કેળવણી એટલે જેના દ્વારા આપણે સુક્ષ્મમાં સુક્ષ્મ સંવેદનનો ખ્યાલ મેળવી શકીએ. ઈન્દ્રિય શિક્ષણ એટલે જેનાથી આપણે સાચું અનુભવજન્ય અને પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય. ઈન્દ્રિયોથી જ આપણે બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ.

ઈશ્વરે આપણને બુદ્ધિરૂપી ઘરમાં પ્રવેશવા માટે ઈન્દ્રિયરૂપી દ્વારો આપ્યા છે એટલે જેટલા પ્રમાણમાં આપણી ઈન્દ્રિયો તીવ્ર અને સજાગ એટલું આપણું જ્ઞાન સંપાદન સંપૂર્ણ.

ઈન્દ્રિયોની તાલીમ આપવાની જીજ્ઞાશા કંઈક અંશે નૈસર્ગિક છે એમ પણ કહી શકાય. તદ્દન નાનું બાળક કંઇ પણ નવું જોતા જ તેને હાથમાં લઈ સ્પર્શ અને સ્વાદ માણવાનો પ્રયત્ન કરતું હોય છે. પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાની નવું નવું જાણવાની જીજ્ઞાશા દ્વારા સ્વયં શિક્ષણ લેતું થઈ વિકાસ સાધતું હોય છે. બાળકની આ જીજ્ઞાશા નુતન શિક્ષણમાં વ્યવસ્થિત સ્વરૂપે સ્થાન આપવામાં આવ્યું છે. બાલ્યકાળમાં ઈન્દ્રિય વિકાસની શક્યતા અને અનુકુળતા વિશેષ છે. એમણે બાલશિક્ષણ ઈન્દ્રિય વિકાસનાં તત્વો ઉપર કેળવણીકારોએ ભાર મુક્યો અને બાળશિક્ષણનું એક અગત્યનું અંગ ગણ્યું.

ઈન્દ્રિય વિકાસની તાલીમથી ઈન્દ્રિયોની નૈસર્ગિક શક્તિમાં વધારો ન થતો હોય તો પણ સંવેદન વધારે સ્પષ્ટ અને સુક્ષ્મ થાય છે. એટલું જ નહિ પણ એથી મળતાં જ્ઞાનની છાપ પણ વધારે સ્પષ્ટ અને લાંબા સમય સુધી બાળકના મન ઉપર પડે છે. આ સંવેદનોમાં અર્થઘટનની પ્રક્રિયા પણ અજાણતા શરુ થઇ જાય છે. આ અર્થઘટનની પ્રક્રિયા એ બૌધિક પ્રક્રિયા છે અને એ અજાણતા થતી હોવાથી બાળકોને ત્રાસ રૂપ નથી લગતી.

આમ, ઈન્દ્રિય વિકાસ ની સાથે બૌધિક વિકાસ પણ સંકળાયેલો છે એટલે બૌધિક વિકાસ માટે પણ ઈન્દ્રિય વિકાસનું સ્થાન અગત્યનું છે

ઈન્દ્રિય શિક્ષણ ત્રણ રીતે ઉપયોગી છે એક તો સ્પષ્ટ અને સુક્ષ્મ રીતે સંવેદનો ગ્રહણ કરવાની ટેવ પાડવી બીજુ તેના દ્વારા બૌધિક વિકાસ સાધવો અને બીજુ સ્નાયુ સંચાલન ઉપર કાબુ મેળવવો.



539 views0 comments
bottom of page